ભારતમાં VIP નંબરનો ક્રેઝ ઘણા સમયથી છે. પરંતુ સોશિયલ મીડિયાના આગમન સાથે, લોકો હવે VIP નંબર મેળવવા માટે હજારો અને લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. આજે લોકો પોતાની મનપસંદ કાર ખરીદ્યા બાદ VIP નંબર પણ ખરીદી રહ્યા છે. કેટલાક વીઆઈપી નંબરો એટલી ઊંચી કિંમતે વેચાયા છે કે આ કિંમતથી બીજી નવી કાર ખરીદી શકાય. જાણો કયા નંબરનો સૌથી વધુ ક્રેઝ છે?
આજકાલ દરેક વ્યક્તિ પોતાની પસંદગીની કાર ખરીદવાનું સપનું જુએ છે પરંતુ હવે પોતાની મનપસંદ કાર રાખ્યા બાદ લોકો નંબર પાછળ પણ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર, કારની લાઇસન્સ પ્લેટ નંબર 0001 માટે માર્ચમાં બોલી લગાવવામાં આવી હતી અને તેની બોલી 23.4 લાખ રૂપિયા સુધી પહોંચી હતી. હવે આના પરથી અંદાજ લગાવી શકાય કે વાહનોના નંબર માટે કેટલો ક્રેઝ છે. આટલા પૈસામાં પ્રીમિયમ એસયુવી લઇ શકાય.
આ નંબરો માટે સૌથી મોંઘી બોલી
0009 અને 0007 નંબર પણ લાખોમાં વેચાય છે. સૌથી વધુ કિંમત ધરાવતી અન્ય કાર નંબર વિષે જાણીએ તો આ યાદીમાં નંબર 0009 બીજા સ્થાને છે. જૂનમાં તેની 11 લાખ રૂપિયામાં હરાજી થઈ હતી. 0009 નંબર ફિલ્મ જાસૂસ જેમ્સ બોન્ડના કારણે જાણીતો છે. એ જ રીતે 0007 નંબર પણ જાન્યુઆરીમાં રૂ. 5.1 લાખમાં વેચાયો હતો. તેને આટલા પૈસામાં વેચવાનું કારણ એ હતું કે પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની જર્સી નંબર પણ 7 હતો. ક્રિકેટ પ્રેમીઓ આ નંબરના દિવાના છે.
અહેવાલ અનુસાર, 0001 નંબરની શરૂઆતની કિંમત 5 લાખ રૂપિયા રાખવામાં આવી હતી, જે ઈ-ઓક્શન દરમિયાન 23.4 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. કારણકે 0001 નંબર સૌથી વધુ માંગવામાં આવતો નંબર હતો. રિપોર્ટ અનુસાર 1 લાખ રૂપિયાથી વધુની પ્રારંભિક કિંમતવાળી નંબર પ્લેટની દર મહિનાના પહેલા સપ્તાહમાં ઈ-ઓક્શન કરવામાં આવે છે.
આ નંબરો માટે બિડિંગ શરૂ થઈ ગયું છે
લાઇસન્સ પ્લેટ નંબર 0002 થી 0009 ની ન્યૂનતમ પ્રારંભિક કિંમત 3 લાખ રૂપિયા છે. તેવી જ રીતે 0010 થી 0099, 0786, 1000, 1111, 7777 અને 9999 નંબરો માટે ન્યૂનતમ કિંમત રૂ. 2 લાખ છે અને 0100, 0111, 0300, 0333 જેવા નંબરો માટે ન્યૂનતમ કિંમત રૂ. 1 લાખ છે. જો કે માંગને ધ્યાનમાં રાખીને આ નંબરોની કિંમત વધારી પણ શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech