Paris Paralympics 2024: દેશને મળ્યો ચોથો મેડલ, હવે મનીષ નરવાલે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ

  • August 30, 2024 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મનીષ નરવાલે સિલ્વર મેડલ કબજો કર્યો છે. તેમણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1માં સિલ્વર મેડલ જીત્યો છે. અત્યાર સુધી ભારતીય પેરા એથ્લેટ્સે 4 મેડલ જીત્યા છે.


પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય શૂટરો સતત ચમકતા રહ્યા છે. અવની લેખારા અને મોના અગ્રવાલ બાદ હવે મનીષ નરવાલે મેડલ જીતવામાં સફળતા મેળવી છે. મનીષ નરવાલે સિલ્વર મેડલ કબજે કર્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1માં સિલ્વર મેડલ જીત્યો છે. 



અત્યાર સુધીમાં ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 4 મેડલ જીત્યા છે. આ પહેલા ભારતીય પેરા શૂટર અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. આ સિવાય પ્રીતિ પાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.


મનીષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ આ શૂટરે P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH-1 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ હવે તેણે પેરિસ પેરાલિમ્પિકમાં પણ પોતાના આ કારનામાનું પુનરાવર્તન કર્યું છે.


મનીષ નરવાલે કુલ 234.9 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે દક્ષિણ કોરિયાના જોં જોંગડુએ 237.4 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ચીનની શૂટર યાંગ ચાઓ 214.3 અંક મેળવીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application