વિપક્ષી નેતા ધવલ નંદાએ મ્યુ. કમિશ્નરે પત્ર લખીને ખાનગી કંપની વિના મૂલ્યે અગ્નિ સંસ્કાર કરાવતી હોય તો તેમને સંચાલન આપવા જણાવ્યું...
ગુજરાતની રાજકોટ, અમદાવાદ, જુનાગઢ સહિતની મહાનગરપાલિકામાં સ્મશાનમાં અગ્નિસંસ્કારનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવે છે, જ્યારે જામનગરમાં માણેકબાઇ સુખધામ સ્મશાન આવેલું છે, જે ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, તેમાં મહાપાલિકા દ્વારા કોઇપણ જાતનો આર્થિક સહકાર અપાતો ન હોય, લોકોને અગ્નિસંસ્કાર માટે ખર્ચ ભોગવવો પડે છે, જામનગર કોર્પોરેશને સ્મશાન માટે નિભાવણી ખર્ચ ભોગવવો જોઇએ અને જો ખાનગી કંપની આ માટે તૈયાર હોય તો તેમને આ ખર્ચ નિભાવવાની છૂટ આપવી જોઇએ તેમ વિપક્ષી નેતા ધવલ નંદાએ મ્યુ. કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું હતું.
તેમણે આ પત્રમાં કહ્યું છે કે, અન્ય શહેરોની મહાનગરપાલિકા દ્વારા સ્મશાનમાં અગ્નિ સંસ્કાર નિભાવ ખર્ચની ગ્રાન્ટ આપવામાં આવે છે, જ્યારે જામનગરમાં સ્મશાનને કોઇ ગ્રાન્ટ ન મળતી હોય, લોકોએ આ ખર્ચ ભોગવવો પડે છે. એક પરિવારમાં મૃત્યુ થાય તો ા. ૧પ૦૦ થી ર૦૦૦ નો ખર્ચ લોકોએ તાત્કાલિક કરવો પડે છે, આ ખર્ચની વ્યવસ્થા કરીને સ્મશાને જવું પડે છે જે માનવતા હીન કૃત્ય કહી શકાય, જામનગર મહાપાલિકા ટેકસ ઉઘરાવતી હોય, પ્રજા પણ ટેકસ ભરે છે ત્યારે લોકોને આવા વધારાના ખર્ચમાંથી મુકિત આપીને સ્મશાનને ગ્રાન્ટ ફાળવવી જોઇએ, ગાંધીનગર ખાતે આવેલ સ્મશાન ગૃહને રિલાયન્સ દ્વારા નિભાવણી ખર્ચ આપવામાં આવે છે, જામનગર મહાનગરપાલિકા માણેકબાઇ સુખધામ ટ્રસ્ટ ચલાવે છે તેઓને નિભાવ ખર્ચ ન આપી શકે ?
તેમણે પત્રમાં વધુમાં કહ્યું હતું કે, શહેરમાં ત્રીજા સ્મશાન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, આ સ્મશાન કયારે બનશે ? એ તો રામ જાણે... કારણ કે આ સ્મશાન માટે અગાઉ પૂર્વ નગરસેવક સ્વ. દેવશીભાઇ આહીર આંદોલન કરીને થાકી ગયા હતા, પરંતુ જામનગર મહાપાલિકાએ સ્મશાન નિભાવ ખર્ચ આપવાની કોઇ તૈયારી દાખવી ન હતી, કોર્પોરેશને સ્કીમ શ કરી લોકોને વિનામૂલ્યે સ્મશાનમાં અગ્નિ સંસ્કારની સુવિધા મળે તે જરી છે, દરરોજ જામનગરમાં પાંચ થી છ મૃતદેહના અગ્નિસંસ્કાર થાય છે તો આ માટે ખર્ચ નિભાવવા કોર્પોરેશને તૈયારી દાખવી જોઇએ અને સરકારે પણ ઉદારતા દાખવી આ ટ્રસ્ટને અન્ય પ્રોજેકટની જેમ ગ્રાન્ટ પણ આપવી જોઇએ તેમ પત્રના અંતમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામનું શું થશે? આજે ભારત અને પાકિસ્તાનના DGMO ફરી હોટલાઇન પર વાત કરશે
May 12, 2025 09:46 AMLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech