ત્રણ મિલ્કત સીલ કરાઇ: પ0 હજારથી વધુ બાકીદારોને રર67 મિલ્કત માટે અપાઇ નોટીસ: હવે કડક કાર્યવાહી થશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા ર006 પહેલાનો અને પછીનો મિલ્કત વેરો અને પાણી વેરો ભરવા માટે કોર્પોરેશન દ્વારા વ્યાજ માફી યોજના પણ જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી છે, તા. 11 થી મિલ્કત જપ્તીની કાર્યવાહી શ કરાઇ છે અને એક શાળા સહિત બે અન્ય મિલ્કતોને પણ સીલ કરી દેવામાં આવી છે, કોર્પોરેશન દ્વારા ચેકીંગ ડ્રાઇવ કરી મિલ્કત ઉઘરાવવા માટે કાર્યવાહી શ કરતા એક અઠવાડીયામાં ા. 1.18 કરોડની આવક થઇ છે.
મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીની સૂચનાથી ગયા વર્ષે કોર્પોરેશને ા. 1ર3 કરોડની વેરાની આવક થઇ હતી, મે માસમાં એડવાન્સ વેરો ભરવા માટે 10 થી રપ ટકા યોજના ડિસ્કાઉન્ટ કરીને જાહેર કરી હતી, જેમાં તંત્રને ા. 40 કરોડની આવક થઇ હતી. જુલાઇ માસમાં 100 ટકા વ્યાજ માફીની સ્કીમ પણ અપાઇ હતી, જેમાં પણ ા. 7.4પ કરોડની આવક થઇ હતી. નાણાંકીય વર્ષમાં ા. 96.88 કરોડની આવક થઇ હતી. હવે તંત્રએ પ0 હજારથી વધુ લોકોએ મિલ્કત વેરો ભર્યો નથી, તેને નોટીસ પાઠવવાની શ કરી દીધી છે, મોટા બાકીદાર છે તેની રકમ ા. 18 કરોડ જેટલી છે, તે વસુલવા માટે રર67 મિલ્કતધારકોને નોટીસ પાઠવી દેવામાં આવી છે. આ કાર્યવાહી નાયબ કમિશ્નર (ટેકસ) જીજ્ઞેશ નિર્મલ, વિજય ભાંભોર સહિતના અધિકારીઓએ કરી હતી, શનિવારે 3 મિલ્કતોને સીલ કરી દેવામાં આવી હતી, આ ઝુંબેશ શ થયા બાદ 178ર મિલ્કત ધારકો દ્વારા ા. 1.18 કરોડની ટેકસની આવક થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech