એડટેક કંપની બાયજુસના સ્થાપક બાયજુ રવીન્દ્રને કહ્યું કે કંપ્નીની વેલ્યુ હવે ઝીરો થઈ ગઈ છે. તેણે કંપ્નીની કટોકટી માટે તેના રોકાણકારોને જવાબદાર ઠેરવ્યા છે. તેણે કહ્યું કે, જ્યારે હું કંપ્નીનું વિસ્તરણ કરી રહ્યો હતો અને એક્વિઝિશનમાં વ્યસ્ત હતો ત્યારે આ જ રોકાણકારો મારી સાથે ઊભા હતા અને મને ટેકો આપતા હતા. પરંતુ જેવા આ રોકાણકારોએ કટોકટી આવતી જોઈ કે તરત જ તેઓ બધા ભાગી ગયા. પરંતુ બાયજુ રવિન્દ્રને વિશ્વાસ વ્યક્ત કર્યો કે કંપ્ની આ સંકટમાંથી બહાર આવવામાં સફળ થશે.
આ પહેલીવાર છે જ્યારે બાયજુ રવીન્દ્રન આર્થિક સંકટમાં મુકાયા બાદ આગળ આવ્યા છે. તેમણે રોકાણકારોને તેમની વચ્ચે છોડી દેવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. દુબઈમાં પોતાના ઘરેથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બાયજુ રવીન્દ્રને કહ્યું કે, જે લોકોએ કંપ્નીમાં રોકાણ કર્યું હતું તેઓ કોઈપણ યોજના વગર મેનેજમેન્ટમાં ફેરફારની માંગ કરી રહ્યા હતા. ડિસેમ્બર 2021થી પરિસ્થિતિમાં આવેલા બદલાવ પછી ફક્ત કંપ્નીમાં પૈસા રોક્યા છે. પ્રોસસ સહિતના કેટલાક રોકાણકારોએ છેલ્લા 4-5 વર્ષમાં કંપ્નીમાં કોઈ રોકાણ કર્યું નથી. પ્રોસસ જેવા રોકાણકારોએ આ સ્ટાર્ટઅપમાં તેમના રોકાણો રદ કયર્િ છે, જે એક સમયે દેશમાં સૌથી વધુ મૂલ્ય ધરાવતા હતા. અમેરિકન ધિરાણકતર્ઓિએ ડિફોલ્ટ જાહેર કરવા માટે ડેલવેર કોર્ટમાં અરજી દાખલ કયર્નિા બે અઠવાડિયામાં ત્રણેય ડાયરેક્ટરોએ રાજીનામું આપી દીધું હતું. આ પછી ભંડોળ ઊભું કરવું મુશ્કેલ બની ગયું છે.
યુએસ ધિરાણકતર્ઓિ પાસેથી એકત્ર કરાયેલા 1.2 બિલિયન ડોલરનો ઉપયોગ અનેક નાના એક્વિઝિશન સહિત ઓર્ગેનિક વૃદ્ધિ માટે કરવામાં આવ્યો હતો. આ સંકટ રોકડની અછતને કારણે શરૂ થયું હતું, જ્યારે મોટા ભાગના એક્વિઝિશનમાંથી અડધે રસ્તે હતા. વૈશ્વિક નાણાકીય વાતાવરણમાં ફેરફાર થવાનું શરૂ થઈ ગયું હતું. દુબઈમાં રહેતા રવિન્દ્રને કહ્યું કે તે ભારત પરત ફરવાનું વિચારી રહ્યો હતો પરંતુ ઓનલાઈન ટ્રાયલ હાથ ધરવામાં આવે ત્યાં સુધી તેના હાથ બંધાયેલા હતા. તે દુબઈ ભાગી ગયો હોવાનો તેણે ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું કે તે અહીં તેના પિતાની સારવાર માટે આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech