ઈંડા કરી બનાવી આપવાના મામલે બંનેએ તકરાર કરી રેકડી ચાલક પર હુમલો કરી આંખ ફોડી નાખી
જામનગરમાં સંકટ ટેકરી પાણાખાણ વિસ્તારમાં ઈંડાની રેકડી પર નાસ્તો કરવા બાબતે ગઈકાલે બે શખ્સો એ ધમાલ મચાવી હતી, અને રેકડી ચાલક ના આંખમાં હુમલો કરી દઈ આંખ ફોડી નાખી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે રેકડી ચાલકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મીલ ની ચાલી વિસ્તારમાં રહેતા અને સંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં ઈંડાકળી ની રેકડી ચલાવતા પરસોત્તમભાઈ વાસુદેવભાઈ ચાંદ્રા નામના રેકડી ધારકે પોતાના ઉપર ઈંડા કરી બનાવવાના હાથાવાળી તાવડી પોતાના મોઢાના ભાગે હુમલો કરી આંખ ફોડી નાખવા અંગે જામનગરના જયેશ પટેલ અને મુન્નાભાઈ પટેલ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાનો નાસ્તાનો ઓર્ડર આપ્યો હતો, જેમાં વાર લાગવા બાબતે બંને શખ્સોએ તકરાર કરી હતી, અને રેકડી ચાલકને ઈંડા કરી બનાવવાની હાથા વાળી તાવડી નો હાથો ઉપાડીને મારતાં તેને આંખમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અગે ની જાણ થતા સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને પરસોત્તમભાઈ ચાંદ્રા ની ફરિયાદના આધારે જયેશ પટેલ અને મુન્ના પટેલ સામે આઇપીસી કલમ ૩૨૩ ૫૦૪,૫૦૬-૨ ૧૧૪ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને બંને શખ્સો ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંધ્યા થિયેટર અકસ્માત પર અલ્લુ અર્જુને કહ્યું હતું- હવે ફિલ્મ હિટ થશે, અકબરુદ્દીન ઓવૈસીનો દાવો
December 21, 2024 05:48 PMચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધશે, દારૂ કૌભાંડ કેસ દાખલ થશે, LGએ EDને આપી મંજૂરી
December 21, 2024 05:31 PMરજાઓથી ભરપુર ૨૦૨૫, આવી રહ્યાં છે લોંગ વીકએન્ડ
December 21, 2024 05:12 PMરાજ્યની તમામ ૧૧૨ SDPO-ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરાશે
December 21, 2024 05:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech