રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં વિપક્ષ કોંગ્રેસના વશરામ સાગઠિયા, ભાનુબેન સોરાણી, કોમલબેન ભારાઇ અને મકબુલ દાઉદાણી ગેરહાજર રહેતા વિપક્ષ વિહોણી બોર્ડ મિટિંગમાં કમિશનર પ્રશ્નનો ઉત્તર કહેતા રહ્યા હતા અને ભાજપના શાસકો સાંભળતા રહ્યા હતા. એક કલાકની શુષ્ક ચર્ચાને અંતે બોર્ડ મિટિંગની કાર્યવાહી પૂર્ણ થઇ હતી. યારે બોર્ડ મિટિંગ પૂર્ણ થયા બાદ વિપક્ષના વશરામ સાગઠિયાએ એમ જણાવ્યું હતું કે તેઓ બોર્ડમાં ગેરહાજર રહ્યા નથી પરંતુ તેમના અર્થપૂર્ણ પ્રશ્નો ઇરાદાપૂર્વક ચર્ચામાં લેવાતા ન હોય વિપક્ષના કોર્પેારેટરોએ સામુહિક રજા રિપોર્ટ રજૂ કરી આજની બોર્ડ મિટિંગનો બહિષ્કાર કર્યેા હતો.
સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગના પ્રારંભે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધન બદલ શોક વ્યકત કરી બે મિનિટનું મૌન પાળી તેમજ દેશના વિકાસમાં તેમણે આપેલા યોગદાનને બિરદાવી શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પ્રશ્નકાળના પ્રારંભે વોર્ડ નં.૫ના ભાજપના કોર્પેારેટર ડો.હાર્દિક ગોહિલનો પ્રશ્ન પ્રથમ ચર્ચામાં આવ્યો હતો જેમાં તેમણે છેલ્લા બે વર્ષમાં થયેલા વિકાસકામોની વોર્ડવાઇઝ વિસ્તૃત વિગતો માંગી હતી, નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પાકું હોમવર્ક કરીને આવ્યા હોય તેમણે સળગં ૫૦ મિનિટ સુધી અવિરત જવાબ આપ્યો હતો, આશ્ચર્યજનક રીતે એક પણ કોર્પેારેટરએ પેટા પ્રશ્ન પણ નહીં પુછતા કમિશનર ૫૦ મિનિટ સુધી નોનસ્ટોપ બોલ્યા હતા. ૧૧–૫૫ મિનિટે કોર્પેારેટર ડો.હાર્દિક ગોહિલએ જવાબની લેખિત નકલ પણ મોકલી આપવાનું જણાવી કમિશનરનો આભાર વ્યકત કર્યેા હતો. યારે અંતિમ મિનિટોમાં દરખાસ્તો રજૂ કરાઇ હતી અને તમામ દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરાઇ હતી.
જનરલ બોર્ડ મિટિંગમાં મંજુર થયેલી ૯ દરખાસ્તો
(૧) વોર્ડ નં.૧૨માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.૧૫(વાવડી)ના એફ.પી.૧૫એ૨૮એ માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબ્લ્યુએસ–૧ કેટેગરીની મનસુખભાઇ છાપિયા ટાઉનશીપમાં આવેલ કોમ્યુનિટી હોલનું રંજનબેન રાવલ કોમ્યુનિટી હોલ નામકરણ કરવાનું મંજુર
(૨) સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફંડેડ કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેકટ ઓન લો કાર્બન એન્ડ કલાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઇન ઇન્ડિયા(કેપેસીટીસ) ફેઝ–૨ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ શહેર માટે ઇકલી સાઉથ એશિયા દ્રારા રજુ કરવામાં આવેલ કલાઈમેટ રેસીલિએન્ટ સીટી એકશન પ્લાન–ટુવર્ડસ નેટ ઝીરો યુચર બાય ૨૦૭૦ અંગે નિર્ણય લેવાનું મંજુર
(૩) અરવિંદભાઇ મણીઆર પુસ્તકાલયના બોર્ડમાં સભ્ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે મીનાબા અજયસિંહ જાડેજા નિમણુકં મંજુર
(૪) ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરની ટી.પી સ્કીમ નં.૩૨(રૈયા) ૯૩૦ એકર જગ્યામાં વિકસાવવામાં આવેલ અટલ સ્માર્ટ સિટી– રાજકોટ વિસ્તારમાં ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવાનું મંજુર
(૫) સ્માર્ટઘર–૪(વીર તાત્યાટોપે ટાઉનશીપ) અને સ્માર્ટ ઘર–૬ (શહીદ રાજગુ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસોની કિંમત નક્કી કરવાનું મંજુર
(૬) સન ટુ હ્યુમન રાજકોટ પરિવાર દ્રારા પરમ પૂય અલયજીની શિબિરના આયોજન માટે રેસકોર્ષ વિભાગ–એ–બી, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવાનું મંજુર
(૭) રાજકોટ રનર્સ એસોશિએશન દ્રારા નાઇટ હાફ મેરેથોનના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવાનું મંજુર
(૮) વોર્ડ નં.૧૧માં પંચશીલનગરની બાજુમાં આવેલ મવડી સ્મશાનની આગળના ચોકનું કલ્પેશ સાગઠીયા ચોક નામકરણ મંજુર
(૯) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્યાને લેવાનું મંજુર
ભાજપના ૧૦ કોર્પેારેટર ગેરહાજર
– ભાનુબેન બાબરીયા
– સુરેન્દ્રસિંહ વાળા
– દક્ષાબેન વાઘેલા
– યોત્સનાબેન ટીલાળા
– જીતુભાઇ કાટોળીયા
– નરેન્દ્રસિંહ વાઘેલા
– નરેન્દ્રભાઇ ડવ
– નેહલભાઇ શુકલ
– વિનુભાઇ ધવા
– પરેશભાઇ ડી.પીપળીય
પાર્ટી સંકલન મિટિંગમાં પ્રમુખ ગેરહાજર ભાજપના કોર્પેારેટરોની કાશ્મીર જવા માગ
રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૦ કલાકે જનરલ બોર્ડની મીટીંગ પૂર્વે મળેલી ભારતીય જનતા પાર્ટીની સંકલન મીટીંગમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી ગેરહાજર રહ્યા હતા. પ્રમુખ પદ માટે ચાલતી તીવ્ર સ્પર્ધા વચ્ચે છેલ્લે તેઓ પખવાડિયા પૂર્વે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મહાપાલિકા કચેરીએ આવ્યા હતા ત્યારબાદ તેઓ મહાપાલિકાની કોઇ મિટિંગમાં જોવા મળ્યા નથી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીની ગેરહાજરીમાં મેયરના અધ્યક્ષ સ્થાને પાર્ટી સંકલનની મીટીંગ મળી હતી.
રાજકોટ મહાપાલિકામાં છેલ્લા છ મહિનાથી ચાલતી સખળ ડખળ અને તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ ને લઈને ચાલતી તીવ્ર સ્પર્ધા વચ્ચે મહાપાલિકામાં આજે મળેલી પાર્ટી સંકલનની મીટીંગમાં ભાજપના અમુક કોર્પેારેટરોને તમામ કોર્પેારેટરોને કાશ્મીરના પ્રવાસે લઈ જવા માંગ કરી હતી.
ગત ટર્મમાં ભાજપના કોર્પેારેટરોએ નવી દિલ્હીની ટુર કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી ફોટો સેશન કરાવ્યું હતું, યારે ચાલુ ટર્મ ૨૦૨૧–૨૦૨૬નું આ અંતિમ વર્ષ છે અને છેલ્લા ચાર વર્ષમાં કોર્પેારેટરોની એક પણ ટુર યોજવામાં આવી ન હોય હવે ચાલુ ટર્મના અંતિમ વર્ષમાં કાશ્મીરની ટુર યોજવા માંગ ઉઠી હતી.
દરમિયાન અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે તમામ કોર્પેારેટરોને કાશ્મીરની ટૂર પર લઇ જવા તેવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફકત પાર્ટી સંકલન મીટીંગમાં ઝીરો અવર્સ અંતર્ગત હસી મજાકમાં આ અંગે ચર્ચા થઈ હતી અને તે ચર્ચાના પ્રત્યુતરમાં તેમણે કોર્પેારેટરોને જણાવ્યું હતું કે જો તમામ કોર્પેારેટરો કાશ્મીરના પ્રવાસે જાય તો ખર્ચ વધુ થશે આથી ગુજરાતમાં જ કયાંક પ્રવાસે જવું તે અંગે કંઈક વિચારશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સાંઢીયા પુલ પાસે કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ દૂર કરતું મનપા
January 18, 2025 06:24 PM108 ટિમની ઈમાનદારીની કાર્યશેલી દર્શાવી
January 18, 2025 06:14 PMજિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
January 18, 2025 05:54 PMકોલકાતા બળાત્કાર-હત્યા કેસનો આરોપી સંજય રોય કેવી રીતે પકડાયો? CBI કેવી રીતે ગુનો સાબિત કર્યો
January 18, 2025 05:28 PMસૈફ અલી ખાનના હુમલા કેસમાં મુંબઈ પોલીસે મધ્યપ્રદેશથી વધુ એક શંકાસ્પદવ્યક્તિની ધરપકડ કરી
January 18, 2025 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech