રાજકોટથી જામનગર આવેલા યુવાનનું બેગ ભુલાઈ જતાં કમાન્ડ કન્ટ્રોલની ટીમેં શોધી અપાવ્યું

  • June 24, 2024 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નો એક યુવાન રાજકોટ થી ટેક્સીમાં બેસીને જામનગર આવ્યા પછી તેનું અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું બેગ ટેક્સીમાં ભુલાઈ ગયું હતું, જેણે જામનગરના પોલિસી વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમનો સંપર્ક સાધતાં જુદા જુદા સીસીટીવી કેમેરાઓની મદદ લઈને ટેક્સીને શોધી કાઢી તેનું બેગ પરત અપાવ્યું છે.


જામનગરના રામેશ્વરનગર માં રહેતા નીલેશભાઇ મનુભાઇ કુંદનાણી કે જેઓ માધાપર ચોકડી રાજકોટ થી ફોરવ્હીલ ટેક્ષીમાં જામનગર અંબર ચોકડી સુધી આવેલા હતા, જે દરમ્યાન રાત્રીના સાડા આઠેક વાગ્યે અંબર ચોકડીએ ઉતરીને ચેક કરતાં તેનું બેગ ટેક્ષીમાં ભુલાઇ ગયું હતું. જેથી તેણે જામનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો, અને અલગ અલગ સીસીટીવી કેમરા ની મદદ થી ટેક્સી ચાલકને ગણતરીની કલાકમાં શોધી કાઢી અરજદારને તેમનું ઓરીજીનલ ડોક્યુમેન્ટ સાથેનું બેગ પરત અપાવ્યું હતું, જેથી તેણે સમગ્ર કંટ્રોલ વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application