પોરબંદર જિલ્લા કલેકટર નાં અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનના આયોજન અંતગર્ત બેઠક યોજાઈ હતી.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ ૩નું ચાલુ વર્ષે આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનના આયોજન અંતગર્ત જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ, પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી.
જેમાં કલેકટરએ જિલ્લામાં ખેલ મહાકુંભમાં વધારે રજીસ્ટ્રેશન થાય તે માટે અધિકારીઓની માર્ગદર્શિત કર્યા હતા અને વિવિધ રમતોનાં ગ્રાઉન્ડની તેમજ જગ્યાઓની માહિતી તૈયાર કરવા સંબંધ વિભાગના અધિકારીઓની સૂચના આપી હતી. વધુમાં તેમણે શાળા, કોલેજ, જવાહર નવોદય વિદ્યાલય સહિતની શાળાઓના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવી અને સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લે અને વધુમાં વધુ લોકો રજીસ્ટ્રેશન કરાવે તે માટેનું વિશેષ આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા રમત વિકાસ અધિકારીએ ખેલ મહાકુંભ અંતર્ગત રજીસ્ટ્રેશનના આયોજન અંગેની માહિતી આપી હતી.ઉલ્લેખનીય છે. કે,ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ડિસેમ્બરની તા.૨૫ સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં કરવું. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના ગ્રુપના ખેલાડીઓએ જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું કોલેજમાં અભ્યાસ કરતા ખેલડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવવું, અભ્યાસ ન કરતા ખેલાડીઓએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથ પ્રમાણે રજિસ્ટ્રેશન કરવું. સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદાની કટઓફ ડેટ તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ છે, આથી જુદી-જુદી વયજૂથના નાગરિકો, ખેલાડીઓ અને રસ ધરાવતા હોય તેવા તમામ આ માટે રજિસ્ટ્રેશન કરી જોડાઇ શકશે.
આ બેઠકમાં ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર એન બી રાજપૂત, કુતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રા, ડી.વાય. એસ.પી. ઋતુબેન રાબા, રમત ગમત અધિકારી પ્રવિણા પાંડાવદરા , તેમજ શિક્ષણ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech