દેશના સૌથી ધનિક ૧૮૫ લોકોની સામૂહિક સંપત્તિ ૧ ટ્રિલિયન અમેરિકન ડોલરને પાર

  • September 03, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફોચ્ર્યુન ઈન્ડિયા દ્રારા સોમવારે જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે, ભારતના સૌથી ધનિક લોકોની સામૂહિક સંપત્તિ ૧ ટિ્રલિયન અમેરિકન ડોલરને પાર ગઈ છે અને ૧.૧૯ ટિ્રલિયન અમેરિકન ડોલર (. ૯૯.૮૬ ટિ્રલિયન) પર પહોંચી ગઈ છે. આ યાદીમાં ૧૮૫ લોકો 'ડોલર બિલિયોનેર'નો દરો પ્રા થયો છે, જેનો અર્થ છે કે તેમની પાસે ઓછામાં ઓછી નેટવર્થ ૧ બિલિયન અમેરિકન ડોલર છે.

ફોચ્ર્યુન ઈન્ડિયા–વોટરફિલ્ડ એડવાઈઝર્સ ૨૦૨૪ રેન્કિંગ અનુસાર, ભારતના અબજોપતિઓની કુલ સંપત્તિ ૨૦૨૨માં ૫૦ ટકા વધીને ૮૩૨ બિલિયન અમેરિકન ડોલરથી વધુ છે. તે સમયે ભારતમાં ૧૪૨ ડોલર અબજોપતિ હતા.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ વૈશ્વિક આર્થિક પડકારો અને ડોલર સામે પિયામાં ૫ ટકાના ઘટાડા છતાં સંપત્તિમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. ભારતના ડોલર અબજોપતિઓની સંયુકત સંપત્તિ હવે ભારતના નજીવા કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના ૩૩.૮૧ ટકા જેટલી છે.
આ વર્ષે ફાસ્ટ–મૂવિંગ કન્યુમર ગુડસ (એફએમસીજી), ફાર્માસ્યુટિકલ્સ અને ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી ૨૯ નવા પ્રવેશકારો સામેલ થયા છે, જેમણે સામૂહિક રીતે . ૪.૦૯ ટિ્રલિયનની નેટવર્થ મેળવી છે.

ફોચ્ર્યુન ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણી . ૧૦.૫ ટિ્રલિયનની સંપત્તિ સાથે ચાર્ટમાં ટોચ પર છે, ત્યારબાદ અદાણી ગૃપના ગૌતમ અદાણી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, યુએસ શોર્ટ–સેલર હિંડનબર્ગ રિસર્ચના આક્ષેપોને કારણે પ્રતિકુળ પરિસ્થિતિ છતાં, અદાણીની સંપત્તિ આ સમયગાળામાં લગભગ બમણી થઈને . ૧૦.૪ ટિ્રલિયન સુધી પહોંચી ગઈ છે.
બેન્ચમાર્ક સૂચકાંકો રેકોર્ડ ઐંચાઈએ પહોંચવા અને નાણાકીય વર્ષ ૨૦૨૨–૨૩ (એફવાય૨૩) થી એફવાય૨૪ દરમિયાન ૧૫.૯૪ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (સીએજીઆર) હાંસલ કરવા સાથે, ઇકિવટી બજારોએ આ સંપત્તિ સંચયમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. અબજોપતિઓની સરેરાશ સંપત્તિ ૨૦૨૨માં . ૪૬,૭૨૯ કરોડથી વધીને ૨૦૨૪માં . ૫૩,૯૭૮ કરોડ થઈ ગઈ છે. અંબાણી અને અદાણી ઉપરાંત ટોપ ૧૦ની યાદીમાં મિક્રી પરિવાર, શિવ નાદર, રાધાકિશન દામાણી, સુનીલ મિત્તલ અને પરિવાર અને અઝીમ પ્રેમજીનો સમાવેશ થાય છે. જિંદાલ પરિવારના કુલમાતા અને જિંદાલ ગ્રૂપના ચેરપર્સન ટોચની ૧૦ યાદીમાં સ્થાન મેળવનારી એકમાત્ર મહિલા હતી, જેની કુલ સંપત્તિ ૩૩.૦૬ બિલિયન અમેરિકન ડોલર છે, અને તે ચોથા ક્રમે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application