જમ્મુ કશ્મીર લદાખ સહિતના હિમાલયન રીજીયનમાં વરસાદ સાથે હિમવર્ષા અને પૂર્વ દિશામાંથી ફુકાઈ રહેલા ઠંડા પવનના કારણે લઘુતમ તાપમાનનો પારો એકાએક ઝડપભેર નીચે ઉતરી ગયો છે. આજે સમગ્ર રાયમાં સામાન્યથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો લઘુતમ તાપમાનમાં થવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ગિરનાર પર્વત પર આજે સવારે લઘુતમ તાપમાન માત્ર ૬.૯ ડિગ્રી નોંધાયું છે. જુનાગઢ શહેરમાં ૧૧.૯ અને ભવનાથ તળેટીમાં ૯.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ઘટાડાનો સિલસિલો ચાલુ રહેશે અને ત્રણથી ચાર ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન હજુ નીચે ઉતરશે.
રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી હતું તે આજે ઘટીને ૧૧.૮ ડિગ્રી થઈ ગયું છે. અમરેલીમાં આજનું લઘુતમ તાપમાન ૧૩.૭ ડિગ્રી નોંધાયું છે.
રાજસ્થાનમાં છેલ્લા બે દિવસથી કોલ્ડ વેવ કન્ડિશન સર્જાવા પામી છે. તારીખ ૧૧ થી રાજસ્થાન ઉપરાંત પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સાઉથ ઇસ્ટ દિશામાં એક લો પ્રેશર સર્જાયું છે અને તેમાંથી સાયકલોનિક સકર્યુલેશન પસાર થઈ રહ્યું છે. આ સિસ્ટમ દરિયામાં વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહી છે અને તારીખ ૧૧ ના રોજ તે શ્રીલંકા તથા તામિલનાડુ વચ્ચેના દરિયા કાંઠે ત્રાટકશે તેવું લાગે છે.
બંગાળની ખાડીની આ સિસ્ટમના કારણે તામિલનાડુ ,પુડીચેરી કેરલા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી તારીખ ૧૧ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.હિમાલયન રિજીયનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસરના ભાગપે જમ્મુ કશ્મીર લદાખમાં તોફાની પવન સાથે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. આ ઉપરાંત પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદ અને હિમવર્ષાના કારણે લઘુતમ તાપમાનનો પારો નીચે ગગડી ગયો છે. સમગ્ર દેશમાં સૌથી નીચું લઘુતમ તાપમાન હરિયાણાના હીસારમા ૪.૭ ડીગ્રી રહેવા પામ્યું છે. રાજસ્થાનમાં બે દિવસથી લોકો કોલ્ડ વેવ કન્ડિશનનો સામનો કરે છે અને તારીખ ૧૧ થી રાજસ્થાન ઉપરાંત પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech