મનપાના ઈજનેર મિત્રા પાસેથી આવાસનો હવાલો આંચકી લેવાયો

  • March 16, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના પીપીપી યોજનાનો કારભાર સંભાળતા વિવાદીત સિટી ઈજનેર અલ્પના મિત્રા પાસેથી રાતોરાત કરોડોના આવાસ પ્રોજેકટની કામગીરી આંચકી લઈ ફરી સાઈડલાઈન સાથે મનપાના ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં મુકી દેવાતા ભારે ચર્ચા જાગી છે. મિત્રાના સ્થાને કરોડો, અબજોના આવાસ પ્રોેજેકટની જવાબદારી પી.ડી.અઢિયાને સોંપવામાં આવી છે.

અબજો, કરોડોની જમીનો પર પીપીપી યોજના પ્રોજેકટમાં પારંગત જેવા બની ગયેલા સિટી ઈજનેર અલ્પના એમ.મિત્રાને થોડા સમય પૂર્વે પીપીપી આવાસ યોજના પ્રોજેકટમાંથી હટાવી દેવાયા હતા. જો કે, ફરી કોઈપણ રીતે કે કામને પ્રાધ્યાન? સાથે અલ્પના મિત્રાને આવાસ યોજના પ્રોજેકટની કામગીરી સોંપવામાં આવી હતી. પીપીપી યોજના હેઠળના આવાસ ફલેટ ફાળવણી કામગીરીને લઈને પણ વિવાદ ઉઠયા હતા.

કરોડો, અબજોની સરકારી જમીનો પરની ઝુંપડપટ્ટી, સ્લમ વસાહતો હટાવવાની તેમના પુન:વર્સન માટેની કામગીરી પીપીપી પ્રોજેકટ હાથ લેનાર જે તે બિલ્ડર્સ કે કંપનીએ જ કરવાની હોય છે. આમ છતાં મનપાની આવાસ પ્રોજેકટ ટીમ દ્રારા નોટિસો અપાય અને મનપા દ્રારા જ ડિમોલિશન કરી કરોડો, અબજોની જમીન બિલ્ડર્સને સોંપવામાં આવતી હોવાની મનપાની ટી.પી., આવાસ શાખાની કામગીરી પણ વારેવારે ચર્ચાના ચકડોળે રહે છે.
અત્યારે બહત્પ ગાજેલા ગોકુલનગર, સાગરનગરના બે નગર સેવિકાના પતિના આવાસ કૌભાંડમાં આવાસ ફાળવણીમાં થયેલી ગોલમાલ સંદર્ભે પણ આવાસ વિભાગના કોણ અધિકારીઓ જવાબદાર તે મુદો ઉઠયો છે. ગઈકાલે પીપીપીની જમીન પર અચાનક ડિમોલિશન સાગરનગર આવાસ કૌભાંડ સહિતના ઉઠેલા વિવાદીત મુદે આવાસ વિભાગના સિટી ઈઝનેર અલ્પના મિત્રાને ફરી ત્યાંથી હટાવાય કે રૂટીન બદલી? તે મુદો મનપાના કર્મીઓમાં જાગ્યો છે.

સાધુવાસવાણી રોડ પર નટરાજનગર મફતિયા તરીકે ઓળખાતા વિસ્તારની ૩૦૦ કરોડ જેવી કિંમતની ગણાતી પીપીપી યોજના હેઠળની જમીન પર ગઈકાલે બપોર બાદ મનપાનું બુલડોઝર આવાસ, ટીપી શાખાના અધિકારીઓ કાફલો, બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો અને ગરીબો, શ્રમિકોના કાચાપાકા મકાનો હટાવીને જમીન ચોખ્ખી કરીને બિલ્ડરના હિતાર્થે છૂપી કામગીરી થયાની પણ ભારે ચર્ચા જાગી છે. આ ડિમોલિશન અંગે મનપા દ્રારા સત્તાવાર રીતે પણ કોઈ જાહેરાત થઈ નથી.

મહાપાલિકામાં ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, આર.આર.સેલ ખાતે જનરલ મેનેજર તરીકે કામ સંભાલનાર થોડા વખત પૂર્વે મહિલા સિટી ઈજનેર એ.એમ.મિત્રાને કરોડો, અબજોના પીપીપી આવાસ પ્રોજેકટની આવાસ યોજના ટેક.ની ફરી જવાબદારી સોંપાઈ હતી. મિત્રા આવાસમાં મુકાતા જ વિવાદો ફરી ઉભરવા લાગ્યા જેવું ચર્ચાવા લાગ્યું હતું.

ઈજનેર અલ્પના મિત્રા પાસેથી આવાસ યોજના પ્રોજેકટની જવાબદારી આજે અચાનક લઈ લેવાઈ છે. અને આવાસ યોજના પ્રોજેકટમાં ઈસ્ટ ઝોનના સિટી ઈજનેર પી.ડી.અઢિયાને મુકવામાં આવ્યા છે. મિત્રાને ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, આર.આર.સેલના જી.એમ.તરીકે જૂની જ જવાબદારી વહન સોંપીને સાઈડ લાઈન કરવામાં આવ્યા છે

અન્ય નવ અધિકારીની બદલી
મનપામાં મ્યુનિસિપલ કમિશનર આનંદપટેલ દ્રારા આવાસ યોજનામાંથી ઈજનેર અલ્પના મિત્રાને હટાવાયાની સાથે અન્ય બે અધિકારી ડી.એમ.ડોડિયા કે જેઓ પાસે રેસકોર્સ સંકુલ (સ્પોર્ટ વિભાગ)ની વધારાની જવાબદારી હતી તે હટાવી આવાસ યોજના વિભાગ (વહીવટી) તથા એસ્ટેટ શાખા મેનેજર અને આર.આર.સેલના જાહેરાતના હક્કો સંબંધિત કામગીરી સોંપાઈ છે. સાંસ્કૃતિક વિકાસ વિભાગના મેનેજર કે.બી.ઉનાવાને રેસકોર્સ સંકુલ સ્પોર્ટ વિભાગના મેનેજરની વધારાની જવાબદારી સોંપાઈ છે. વાય.કે.ગોસ્વામી, અજેશ રાજુ, સંજય સાતા, દેવાંગ પંડયા, વિવેક પંચાલ, કિના વેસુવાલા, માનસી સુરેકાની આંતરીક બદલી કરાઇ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application