કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી, બોર્નવિટા અને તેના જેવા અન્ય પીણાંને હેલ્થ ડ઼્રિંકની કેટેગરીમાંથી દૂર કરવા આદેશ

  • April 13, 2024 07:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં બોર્નવિટા અને તેના જેવા અન્ય પીણાંને હેલ્થ ડ઼્રિંકની કેટેગરીમાંથી દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે. જાણો સંપૂર્ણ વિગત...


પ્રાપ્ત માહિતી પ્રમાણે બોર્નવિટાને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. કોમર્સ મિનિસ્ટ્રીએ તમામ ઈ કોમર્સ કંપનીઓ માટે એક એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં તેમને હેલ્થ ડ઼્રિંકની કેટેગરીમાંથી બોર્નવિટા અને બીજા પીણાંને હટાવવાનો આદેશ આપ્યો છે. 



ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની આ એડવાઈઝરી એવા સમયે આવી છે કે જ્યારે  NCPCRની તપાસમાં એવું સામે આવ્યું કે બોર્નવિટામાં હોવી જોઈએ તેના કરતી ઘણી વધારે સુગર સામેલ છે જે હેલ્થ ઈસ્યુ ઊભા કરી શકે છે. આ પહેલા પણ સરકારે ડેરી આધારિત અને મોલ્ટ આધારિત પીણાંઓને પણ હેલ્થ ડ્રિંકની કેટેગરીમાંથી હટાવ્યાં હતા. 




બોર્નવિટાને લઈને સૌથી પહેલો વિવાદ ત્યારે સામે આવ્યો હતો જ્યારે એક યુટ્યૂબરે તેના વીડિયોમાં એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેના ડ્રિંકમાં હોવી જોઈએ તેના કરતાં વધારે સુગર, કોકા સોલિડ અને નુકશાન કરી શકે તેવા બીજા કેટલાક તત્વો સામેલ છે. જેનાથી બાળકોને કેન્સર સહિત બીજી બીમારીઓ થઈ શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News