રાજકોટના એરઇન્ડિયાની એજન્સીમાં વિવાદિત અધિકારીની જોહુકમીનો મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો

  • August 03, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ એરપોર્ટ પર એરઇન્ડિયા એરલાઇન્સના કર્મચારીઓમાં અમુક સિનિયર અધિકારીઓની જો હત્પકમીના લીધે આંતરિક ઘુંઘવાટ વિવાદની ચરમસીમાએ પહોંચી ગયો છે. એક અધિકારીના મનસ્વીપણાને નાના કર્મચારીઓની હાલત કફોડી બની છે. આખરે આ કર્મચારીઓએ એક જૂથ થઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા જેના ઘેરા પડઘા પડા છે અને આ અધિકારી સામે પગલાં તોળાઈ હોવાની વાત સામે આવી છે.

ભૂતકાળમાં પણ કર્મચારીઓનું શોષણ, વહાલા દવલાની નીતિ, પેસેન્જરો સામે તોછડું વર્તન સહિતની ફરિયાદો આ અધિકારી સામે ઉઠી છે છતાં હમ નહીં સુધરેંગે નું વર્તન અધિકારી દ્રારા ચાલુ રહેતા કર્મચારીઓમાં ભારે નારાજગી આપી ગઈ છે.હેડકવાર્ટરમાંથી તપાસ આવી હોવા છતાં પણ ગ્રાઉન્ડ એજન્સીના ઉપરી અધિકારીની મહેરબાનીથી અધિકારી સામે કોઈ અવાજ ઉઠાવી શકતું નથી અને જો અવાજ ઉઠાવે તો તેને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપવામાં આવે છે તેવી ચર્ચાઓ સાથે ૪૫ થી ૫૦ જેટલા કર્મચારીઓએ હવે આ ત્રાસ સહન ન કરવા માટે નિર્ણય લીધો છે અને આ અધિકારી સામે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી કંપનીની પોલીસીમાં કંપનીના કર્મચારીઓને યુનિફોર્મ માટે બીલ એજન્સી દ્રારા આપવામાં આવતું હતું પરંતુ ૨૦૧૭ થી બિલ આપવાની પ્રથા બધં કરી દેવામાં આવી છે ત્યારબાદ નાના કર્મચારીઓ જેમ કે હેનડી મેન, લોડર માટે યુનિફોર્મ ફરજિયાત નથી તેમ છતાં આ અધિકારી યુનિફોર્મ તમારે ખર્ચે કરાવવા પડશે તેવું દબાણ કરાતું હોવાની વ્યથા કર્મચારીઓએ ઠાલવી હતી.નાની વાતને મોટું સ્વપ આપીને નાના વર્ગના કર્મચારીઓને ધમકાવે છે અને જો તેમની વાત નહીં માને તો નોકરીમાંથી કઢાવી નાખીશ તેવી ધમકી આપતા છેવટે મામલો હેડકવાર્ટર સુધી પહોંચ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News