વધુ વૃક્ષો વાવીને જતન કરવા માટે વ્યાપક પગલાંઓ: ગ્રીન ખંભાળિયા ઝુંબેશમાં લોક સહકારના મજબૂત બનતા મૂળિયાઓ
ખંભાળિયા શહેર તથા આસપાસનો વિસ્તાર હરિયાણો અને રળિયામણો બની રહે તે હેતુથી ખંભાળિયાના પ્રબુદ્ધ નાગરિકોએ "ગ્રીન ખંભાળિયા" ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી વધુ વૃક્ષ વાવવા, જતન કરવા તેમજ આગામી દિવસોમાં પણ વધુ મજબૂતીથી આગળ વધી અને લોકોના સહયોગ સાથે મહત્વના પગલાઓ લેવાની ઝુંબેશ ચાલી રહી છે.
ખંભાળિયામાં બિન રાજકીય તબીબો, આગેવાનો, કાર્યકરો, એડવોકેટ વિગેરેના "ગ્રીન ખંભાળિયા"ના વિચારને મૂર્તિમંત કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશમાં નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં શનિવારે રાત્રે અત્રે મ્યુનિસિપલ ગાર્ડન સ્થિત યોગ હોલ ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકો સ્વૈચ્છિક રીતે જોડાયા હતા.
આ બેઠકમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાં મહત્તમ પ્રમાણમાં વિશાળ, લીલા વૃક્ષો ઉગાડવા માટેના આયોજન સંદર્ભે ચિંતન અને મનન કરાયું હતું. ગ્રીન ખંભાળિયામાં જોડાયેલા કાર્યકરો દ્વારા શહેરમાં દરેક વ્યક્તિ પોતાના ઘરની આસપાસ એક વૃક્ષ વાવી અને તેની માવજત કરે તે માટે કાર્યકરોને જવાબદારી સોંપવા, દર રવિવારે જુદી જુદી ટીમ મંદિર, શાળા વિગેરે જાહેર સ્થળોએ વૃક્ષોના વાવેતર કરે, અહીંના સેવાભાવી સદભાવના ટ્રસ્ટ દ્વારા ચાલતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ મહત્તમ સાથ સહકાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ સાથે ગઈકાલે રવિવારે ગ્રીન ખંભાળિયાના આયોજનના બીજા તબક્કે અહીંના ગાયત્રી મંદિર ગૌશાળાના વિશાળ મેદાનમાં પર્યાવરણ માટે ઉપયોગી એવા લીમડા, પીપળા અને વડના ઝાડનું રોપવામાં આવ્યા હતા. આ આયોજનમાં ગૌશાળાના સંચાલક રમેશભાઈ દાવડા, ડો. એચ.એન. પડીયા, ધીરેનભાઈ બદિયાણી, કિરીટભાઈ મજીઠીયા, શૈલેષભાઈ કાનાણી, વીરાભાઈ ભાદરકા, જયદીપભાઈ, મિલનભાઈ, કિશોરભાઈ ભાયાણી, મુકેશભાઈ પાબારી, ડો. રિદ્ધિશ પડીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર તેમજ ટીમ દ્વારા વૃક્ષારોપણ સહિતના આયોજનો સુંદર રીતે ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યા હતા. હાલ ચોમાસાની ઋતુમાં વાવેલા આ વિશાળ વૃક્ષો આગામી દિવસોમાં લોકોને ઠંડક પ્રદાન કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech