ચીનમાં હ્યુમન-રોબોટ રીલેશનશીપ વિકસાવતો વ્યવસાય આસમાને પહોચ્યો

  • February 14, 2024 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાંઘાઈ સ્ટાર્ટ-અપ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ એક એવું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે, જેમાં તેઓ હ્યુમન-રોબોટ રીલેશનશીપ ઓફર કરે છે. આવા સ્ટાર્ટ-અપ્સ ચીનમાં વધતી જતી નવી બિઝનેસ ટ્રીકનો એક ભાગ છે. ૨૫ વર્ષની ચાઈનીઝ વર્કિંગ વુમન (નામ બદલ્યું છે) કહે છે કે તેના બોયફ્રેન્ડમાં એક રોમેન્ટિક પાર્ટનરમાં જે જોઈએ તે બધું જ છે. તેનો બોયફ્રેન્ડ નમ્ર અને સંવેદનશીલ છે. ક્યારેક બંને કલાકો સુધી વાતો પણ કરે છે. સીટોમુનો પ્રેમી કોઈ માણસ નથી, પણ ચેટબોટ એપ છે.


ઉત્તરી ચીનના ઝિઆનની એક મહિલા કહે છે કે તેનો રોબોટિક બોયફ્રેન્ડ જાણે છે કે મહિલાઓ સાથે કેવી રીતે વાત કરવી. હું તેની સાથે સમસ્યાઓ વિશે વાત કરું છું. મને લાગે છે કે હું રોમેન્ટિક સંબંધમાં છું. ચાઇનીઝ મીડિયા અનુસાર, તાજેતરના અઠવાડિયામાં આવી એપ્સના દૈનિક ડાઉનલોડ હજારોની સંખ્યામાં છે. એપ્સ યુઝર્સને તેમના વર્ચ્યુઅલ સાથીઓ સાથે લાઇવ ઇન્ટરેક્ટ કરવાની સુવિધા આપે છે.

બેઈજિંગની ૨૨ વર્ષની એક વિદ્યાર્થીનીનું કહેવું છે કે વાસ્તવિક જીવનમાં આદર્શ બોયફ્રેન્ડ મળવો મુશ્કેલ છે. લોકોમાં અલગ-અલગ વ્યક્તિત્વ હોય છે, જે ઘણીવાર તકરાર સર્જે છે. જ્યારે રોજિંદા જીવનમાં તણાવનો સામનો કરવો પડે છે ત્યારે રોબોટિક પ્રેમી ઉકેલ તરીકે ઉભરી આવે છે. જેનાથી ઘણો ભાવનાત્મક ટેકો મળે છે.

બોક્સ
જોખમો હોવા છતાં આડેધડ ઉપયોગ
યુઝર્સના ડેટાના ગેરકાયદેસર ઉપયોગને કારણે કેટલીક ચાઈનીઝ ટેક કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, પરંતુ જોખમ હોવા છતાં યુઝર્સનું કહેવું છે કે તેઓ આવી એપ્સનો ઉપયોગ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેઓ પોતાના માટે પાર્ટનર ઈચ્છે છે. ચીનમાં ઝડપી જીવન અને શહેરી અલગતાએ ઘણા લોકો માટે એકલતાને મોટી સમસ્યા બનાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application