રશિયા-યુક્રેન યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ રશિયા સામે મોટાપાયે પ્રતિબંધો અને ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છે. તેમનું આ નિવેદન રશિયાના યુક્રેન પર હુમલાના એક દિવસ પછી અને રાષ્ટ્રપતિ વ્હાદિમીર ઝેલેન્સકી સાથેના વિવાદના થોડા દિવસો પછી આવ્યું છે. રશિયા હાલમાં યુદ્ધના મેદાનમાં યુક્રેનને સંપૂર્ણપણે હરાવી રહ્યું છે તે હકિકતને આધારે, હું રશિયા પર અનેક પ્રતિબંધો અને ટેરિફ લાદવાનું ગંભીરતાથી વિચારી રહ્યો છું, જેમાં મોટા પાયે બેંકિંગ પ્રતિબંધનો સમાવેશ થાય છે, જ્યાં સુધી યુદ્ધવિરામ અને શાંતિ પર અંતિમ કરાર ન થાય ત્યાં સુધી," તેમણે કહ્યું.
ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, રશિયા અને યુક્રેન તાત્કાલિક વાટાઘાટોના ટેબલ પર આવે, નહીં તો ઘણું મોડું થઈ શકે છે. જ્યાં સુધી યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી અમે પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યા છીએ. વધુમાં, તેઓ યુદ્ધને કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા લાખો યુક્રેનિયન નાગરિકો માટે કામચલાઉ સંરક્ષિત દરજ્જો રદ કરવા કે કેમ તે અંગે વિચારણા કરી રહ્યા છે, જોકે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
અમેરિકન મીડિયા અનુસાર, ટ્રમ્પે મીડિયાને કહ્યું, અમે કોઈને દુઃખ પહોંચાડવા માંગતા નથી, હું તેના પર વિચાર કરી રહ્યો છું અને કેટલાક લોકોને તે યોગ્ય લાગે છે, કેટલાક લોકોને એવું નથી લાગતું અને હું ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈશ. ટ્રમ્પે કહ્યું કે યુક્રેનના લોકોએ ઘણું સહન કર્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ટ્રમ્પ વહીવટીતંત્રે લગભગ 2,40,000 યુક્રેનિયનોની સુરક્ષા પાછી ખેંચવાની યોજના બનાવી છે. યુક્રેન પર રશિયન હુમલા પછી આ લોકો ફેબ્રુઆરી 2022માં અમેરિકા આવ્યા હતા. જો યુક્રેનિયનોનું રક્ષણ રદ કરવામાં આવે છે તો આ પગલાથી તે વ્યક્તિઓને દેશનિકાલ કરવા માટે આધાર બનશે. જોકે, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ અહેવાલને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે, કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ગ્લોઈંગ સ્કીન માટે ચહેરા પર કઈ વસ્તુઓ લગાવવી જોઈએ?
March 09, 2025 06:14 PMCPCBના નવા રિપોર્ટમાં ખુલાસો - 'મહાકુંભ દરમિયાન ગંગા-યમુનાનું પાણી સ્નાન માટે યોગ્ય હતું'
March 09, 2025 06:00 PMચેમ્પિયન્સ ટ્રોફી વિશે કેપ્ટન શર્માના બાળપણના કોચે કહ્યું કે રોહિતે મને વચન આપ્યુ છે કે...
March 09, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech