ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી ૧૯ ફેબ્રુઆરીથી શ થશે તા. ૨૦ મી એ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ ૨૦૨૫ –૨૬ નું વાર્ષિક બજેટ રજૂ કરશે. વિધાનસભાના આ સત્ર દરમિયાન ૨૬ દિવસ કામકાજના નક્કી કરવામાં આવ્યા છે આ દિવસ દરમિયાન ૨૭ જેટલી બેઠકોનું આયોજન થયું છે. વિધાનસભાના પ્રથમ દિવસે બપોરે ૧૨ વાગ્યે રાષ્ટ્ર્રગીતની ધૂન બાદ રાયપાલ વિધાનસભા ગૃહોને સંબોધન કરશે ,સત્તાવાર રીતે ગૃહની બેઠકની શ થયા પછી સદ્દગત પૂર્વ ધારાસભ્યો–પૂર્વ મંત્રીઓને શોકાંજલિ આપતો પ્રસ્તાવ પસાર કરાશે. સત્રના બીજા દિવસે ૨૦મી, ફેબ્રુઆરીના ગુવારના પ્રથમ કલાકમાં પ્રશ્નોત્તરી બાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ પૂરક બજેટ રજૂ કર્યા બાદ ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૫–૨૬ના વર્ષ માટે આશરે . ૩.૭૦ લાખ કરોડનું અંદાજિત કદ ધરાવતું નવા નાણાંકીય વર્ષ માટેનું બજેટ રજૂ કરશે.
આ બજેટ સત્ર ૧૯મી ફેબ્રુઆરીથી ૨૮મી માર્ચ સુધી દિવસ સુધી ચાલશે. જેમાં શનિવારની ૫ અને રવિવારની ૫ રજાઓને બાદ કરતા ૧૦ દિવસની રજાઓ ઉપરાંત અન્ય ૨ રજાઓ રહેશે અર્થાત ૨૬ દિવસ સુધી સત્ર ચાલશે. જેમાં ૨૭ જેટલી બેઠકો યોજાશે. વિધાનસભા સચિવાલય દ્રારા જાહેર કરવામાં આવેલા આ સંભવિત કાર્યક્રમ માં કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ ફેરફાર થઈ શકે છે.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કહેવા મુજબ, સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાયપાલના ઉદબોધન થી શઆત થશે. વિધાનસભા ગૃહને સંબોધન બાદ બજેટ રજૂ થયા પછીના દિવસે ૩ દિવસ સુધી રાયપાલના ગૃહને સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. જેમાં સત્તાધારી પક્ષ દ્રારા રાયપાલના સંબોધનની પ્રશંસા કરાશે તો વિપક્ષ તેની ટીકા કરશે.રાયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનુ તા.૧૯મીએ યોજવા આહ્વ ાન કયુ છે. આ સત્રમાં ૫ દિવસ સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ચર્ચા બાદ પસાર કરાવાશે. ૧૨ દિવસ રાજય સરકારના વિવિધ વિભાગોના બજેટ પર ચર્ચા કરાશે અને અંતે તે પસાર કરાવાશે.
રાય સરકારના ૨૬થી વધુ વિભાગો જોતા, એક દિવસમાં ૨–૩ વિભાગોની માગણી (બજેટ) પરની રજૂઆત–ચર્ચા બાદ તે મંજૂર કરાશે. સત્ર દરમિયાન દર ગુવારે પ્રશ્નોત્તરીના પ્રથમ કલાક બાદ બિન–સરકારી વિધેયકો અર્થાત શાસક–વિપક્ષના ધારાસભ્યો તરફથી જે તે સળગતાં પ્રશ્નોને લઈ વિધેયકો ચર્ચાશે. ૨૮મી માર્ચ ના શુક્રવારે વિધાનસભા સત્ર પૂર્ણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech