સુપરસ્ટાર મહેશ બાબુ ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે મફત કામ કરશે
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે કામ કરવા આતુર છે જો કે તેને એવી જાહેરાત કરી છે કે તે એક પણ રૂપિયો ફી નહી લે. આ ફિલ્મ રૂ. 1000 કરોડના મોટા બજેટમાં બનાવવામાં આવશે
મહેશ બાબુ આ દિવસોમાં તેમની નવી એક્શન ફિલ્મ 'ગુંટુર કરમ' માટે ચર્ચામાં છે. આ પછી તે ઓસ્કાર વિજેતા આરઆરઆર ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે કામ કરશે. આ ફિલ્મનું નામ હજુ સુધી બહાર નથી આવ્યું અને હાલમાં ફિલ્મને એસએસએમબી 29 ના નામે બોલાવવામાં આવી રહી છે. એવામાં હવે આ ફિલ્મ અને મહેશબાબુને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મહેશ બાબુ સ્ટારર એસએસએમબી 29 લગભગ રૂ. 1000 કરોડના મોટા બજેટમાં બનાવવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે મહેશબાબુ એક રૂપિયો પણ ફી નથી લઈ રહ્યા. હવે ચાહકો વચ્ચે એ સમચારે જોર પકડયું છે કે સાઉથના સૌથી વધુ ફી લેતા અભિનેતા આ ફિલ્મમાં ફ્રીમાં કેમ કામ કરવાના છે?
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સાઉથના સુપરસ્ટાર અને સૌથી વધુ કમાણી કરનાર ટોલીવુડ અભિનેતા એ રાજામૌલીની આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ ન થાય અથવા ફિલ્મ રિલીઝ ન થાય ત્યાં સુધી ફિલ્મ માટે કોઈ ફી નહીં લેવાની વાત કરી છે. આ સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે મહેશ બાબુએ આ ફિલ્મ પર ત્રણ વર્ષ સુધી કામ કરવાની પણ વાત કરી હતી. આ સાથે જ એમ પણ સાંભળવા મળ્યું છે કે આ ફિલ્મમાં રાજામૌલીએ મહેશ બાબુને તેમના પાર્ટનર બનાવી લીધા છે. જો કે આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ફિલ્મ એસએસએમબી 29નું નિર્માણ કેએલ નારાયણ દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ એસએસ રાજામૌલી ફિલ્મની ફાઇનાન્સ અને બજેટનું સંચાલન કરી રહ્યા છે. મહેશ બાબુએ ફિલ્મ નિર્માતાઓને ફિલ્મનું શૂટિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફી અંગે ચિંતા ન કરવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. આટલું જ નહીં મહેશ બાબુ આ ફિલ્મના નિર્માતા પણ બનવાના છે.
પ્રિયંકા ચોપરા રાજામૌલીની આગામી ફિલ્મની હિરોઈન બની શકે છે. ઈન્ટરનેટપર વાયરલ થઈ રહેલી માહિતી મુજબ, એસએસ રાજામૌલી અને SSMB 29ના નિર્માતાઓ આ ફિલ્મની હિરોઈન માટે પ્રિયંકા ચોપરા સાથે વાતચીત કરી રહ્યા છે. જો પ્રિયંકા નહીં, તો રાજામૌલી આ ભૂમિકા માટે ગ્લોબલ લેબલ પર પ્રખ્યાત અભિનેત્રીને કાસ્ટ કરવા આતુર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech