બગદાણા-રાળગોન ગામને જોડતો ખારડી નદી પરનો પુલ તુટ્યો

  • August 10, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહુવા તાલુકાના યાત્રાધામ બગદાણા અને રાળગોન ગામની વચ્ચે ખારડી નદીનો પુલ બગદાણા અને રાળગોન  ગામને જોડે છે. જે અંદાજિત ૧૫ વર્ષથી પણ  અચાનક બેસી જતા તળાજા-ભાવનગર- પાલિતાણા તરફ જવા માટે ખૂબ જ અગવડતા ઉભી થઇ છે. હાલ રાળગોનથી દુદાણા થઈને બગદાણા તરફ વાહન વ્યવહાર  શરૂ કરવામાં આવ્યો છે.



 ખૂબ જ ટ્રાફિક ધરાવતા રોડ પરનો પુલ તૂટી પડતા  ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હોય રાળગોન ગામના સરપંચ દ્વારા તાત્કાલીક પગલા ભરી મરમત કાર્ય તાત્કાલીક ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે. હાલમાં આ પુલની નજીક ચેક ડેમ છે. તેથી તેમાં પાણી પણ ભરેલ છે.  ઉલ્લેખનીય છે કે બગદાણા ગુરૂઆશ્રમ ખાતે ભાવનગર ઉપરાંત અમદાવાદ, નવસારી સહિતના જિલ્લાઓમાંથી પ્રતિદિન અસંખ્ય લોકો આવતા હોય છે.


ત્યારે બગદાણા જવા માટેના માર્ગ પર પુલ બેસી જવાના કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. ગુજરાત સહિત દેશભરમાંથી દરરોજ હજારો અને દર પુનમે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે ઠળિયાથી રાળગોન ગામ નજીકનું નાળુ બેસી જતા હજારો યાત્રિકો મુશ્કેલીમા મુકાયા હતા. ૯ કિમિ દૂર ડાયવર્જન કાઢવામા આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application