બાટલો થયો આટલા રૂપિયા સસ્તો

  • March 08, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહિલા દિવસ નિમિતે મોદી એ મહિલાઓને મોટી ભેટ આપી છે અને રાંધણ ગેસ સિલિન્ડર ૧૦૦ રૂપિયા સસ્તો કર્યેા છે. લોકસભાની ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. અગાઉ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પણ સિલિન્ડર ૨૦૦ રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો. આમ સાત મહિનામાં ચૂંટણીઓને કારણે સિલિન્ડરના ભાવમાં ૩૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે, પેટ્રોલ–ડિઝલની જેમ આ ઘટાડો ચૂંટણી પછી પાછો ખેંચી લેવામાં ન આવે તો સારું. પીએમ મોદીએ આજે એક પોસ્ટ દ્રારા આની જાહેરાત કરી છે.અગાઉ, મોદી સરકારની કેબિનેટે ઉજવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર દીઠ સબસિડી રાહતને એક વર્ષ માટે વધારવાની મંજૂરી આપી છે.આ રાહત ૩૦૦ પિયા પ્રતિ સિલિન્ડરમાં મળે છે.આ જાહેરાત સાથે, અન્ય લાભાર્થીઓને હવે આજથી ૧૦૦ પિયા સસ્તું સિલિન્ડર મળશે.

ઉજવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ૩૦૦ રૂપિયાની સબસિડી ચાલુ
કેન્દ્રએ વર્ષ ૨૦૨૪–૨૫માં પણ ઉજવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ૩૦૦ પિયાની સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યેા છે.લગભગ ૧૦ લાખ લાભાર્થીઓને લાભ મળશે.તેમને એક વર્ષમાં ૧૨ સિલિન્ડર પર સબસિડી મળશે.દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૯૦૩ રૂપિયા છે પરંતુ યોજના હેઠળ સિલિન્ડર ૬૦૩ રૂપિયામાં મળશે.

પીએમ મોદીએ મહિલા દિવસની શુભેચ્છા પાઠવી
આંતરરાષ્ટ્ર્રીય મહિલા દિવસ પર પીએમ મોદીએ મહિલાઓને શુભકામના પાઠવી હતી. મોદીએ કહ્યું કે અમે મહિલા શકિતની તાકાત, હિંમત અને સાહસને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરી રહી છે. કૃષિ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ દ્રારા મહિલાઓને સશકિતકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

દેશમાં અત્યાર સુધીમાં ૯.૫ કરોડથી વધુ કનેકશન
ઉજવલા યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં ૯.૫ કરોડથી વધુ કનેકશન આપવામાં આવ્યા છે. આ યોજના ૧ મે ૨૦૧૬ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં શરૂ  કરવામાં આવી હતી. સરકારે આ યોજનાની સબસિડી પર નાણાકીય વર્ષ ૨૦૨૨–૨૩માં કુલ . ૬,૧૦૦ કરોડનો ખર્ચ કર્યેા હતો. યોજના હેઠળ મળતી સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application