દરોડો પાડવા ગયેલી પોલીસ સામે બુટલેગર ટોળકીએ છરી કાઢી ને થઈ ભાગાભાગી !!

  • July 24, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં બુટલેગરો, ધંધાર્થીઓ પરથી પોલીસની લગામ પકકડ છુટી ગઈ હોય તેમ બેખૌફ ધંધાર્થીઓ પોલીસ સામે પડતા પણ હવે ખચકાતા નથી. આવી પોલીસ પર હત્પમલો કે પ્રયાસ થયાની બધં બારણેની ઘટનામાં પ્રેમ મંદિર પાસે દારૂનો દરોડો પાડવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગર ટોળકીએ છરી કાઢીને કે અડાડીને પોલીસને પાછા પગે પોબારા કરાવ્યાની વાત ઉઠી છે. કહેવાય છે કે, એકાદને તો ઈજા પણ થઈ હતી. જો કે, કયાંય હોસ્પિટલમાં સારવાર કે આવી કોઈ ઓનપેપર વિગતો બહાર આવી નથી. છરી નીકળતા બુટલેગર પોલીસ વચ્ચેની રેસ થયાની ચર્ચા વહી રહી છે.
પ્રેમ મંદિર પાસેના વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો અને બુટલેગરો હોવાની પોલીસને માહિતી સાંપડી હતી. પોલીસની ટીમ પહોંચી હતી. પોલીસ આવવાની હોવાની જાણે આગોતરી જાણ થઈ ગઈ હોય તે રીતે બુટલેગરે તેના સાગરીતોને પણ બોલાવી લીધા હશે અથવા બધા ત્યાં જ એકઠા થયા હશે. પોલીસ ટીમ આવતા જ અગાઉથી તૈયારીમાં હોય તેમ ટોળકીએ માથાકુટનું રૂપ ધયુંર્ હતું. પોલીસ પણ ચમકી તો ઉઠી હશે પરંતુ પોલીસે મચક આપવાના બદલે પોલીસનો મિજાજ બતાવવાનો પ્રયાસ કર્યેા હતો.

માલ અને પોતે પકડાઈ જશે એવા ડરે અથવા તો બેખૌફ હશે તેમ બુટલેગર ટોળકીએ છરી કાઢતા જ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસ ઓછીને ટોળકી વધુ એવું થઈ પડયું હતું અને બુટલેગરે છરી કાઢી પોલીસને મારવા પ્રયાસ કરતા જ કંઈક દાળમાં કાળું હોવાનું સમજીને પોલીસે પારોઠના પગલા ભર્યા હતા. છરી નીકળતા પોલીસે પીઠ બતાવવી પડી હોવાની વાત છે. એવી પણ ચર્ચા ઉઠી છે કે, એકાદ વ્યકિતને તો ઈજા પણ થઈ હતી. બેકફત્પટ પર રહેલી પોલીસ ઉગ્ર સ્વરૂપ આવે તે પહેલા જ ત્યાંથી ચાલી ગઈ હતીની ચર્ચા વાત ઉઠી રહી છે.
બુટલેગર પાછળ પોલીસ આગળ જેવી ઘટના બની હોવાની ઘટના બની હોવાની શહેરમાં કોઈ પોલીસ મથકે કે કયાંય બ્રાંચમાં ઓનપેપર આવી કોઈ નોંધ થઈ નથી કે આવું સત્તાવાર રીતે કઈં બહાર આવ્યું નથી. માટે સાહ પુર્વે દારૂના દરોડામાં પોલીસ બુટલેગર તેના સાગરીતો વચ્ચે ભાગાભાગી થયાની ખરી ખોટી ઘટના હાલ તો માત્ર ચર્ચા કે અફવા રૂપ જ માનવી પડે પરંતુ જો આવું બન્યું હોય કે સત્ય ઘટના હોય તો પોલીસ માટે લાલબત્તી સમાન કહેવા

ઘર ફટે ઘર ગયું હોવાની પણ ભારે આંતરીક ચર્ચા !
જે રીતે બુટલેગર અને તેના સાગરીતો એકઠા થઈ ગયા હતા તે મુજબ ત્યાં આટલા માણસો હોતા નથીની વાત છે. એક એવી પણ સાચી ખોટી અફવા કે વાત ઉઠી રહી છે કે, બુટલેગર સાથે પોલીસના જ એક કર્મીને સારા સંબંધો કે સંપર્કેા છે. ટીમ પહોંચી એ પહેલા જ એ બુટલેગરને હીંટ મળી ગઈ હશે. થાનેદાર જેવા એક પોલીસબાબુને અગાઉ બુટલેગરે ટીપ્સ આપી હતી સારો એવો માલ પકડાવ્યો હતો એટલે એ બાબતે પ્રગતિ મળી હતી. થાનેદાર જેવા આ બાબુ અને અન્ય એક પોલીસ કર્મીને બુટલેગર સાથે સારા સંબધં કે સંપર્ક હોવાના કારણે જાણ થઈ ગઈ હોય અને દરોડો પાડવા ગયેલી પોલીસ ટીમને પારોઠના પગલા ભરવા પડયા હશે ? અથવા તો સહન કરીને પાછી ફરેલી ટીમે મદદ માંગી હોય અને ઉપરી બાબુએ મચક ન આપતા મજબુરીવશ બેસી જવું પડયું હશે ? આવી જો અને તો જેવી ચર્ચા કે અફવા ચાલી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application