જામનગરમાં કુવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

  • September 26, 2024 10:34 AM 

જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં ચકચાર


જામનગર તા ૨૬, જામનગર શહેરમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા એક કુવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કુવામાંથી અજ્ઞાત યુવાનના મૃતદેહ બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો. મૃતકની ઓળખ થઈ શકી નથી અને તેના મૃત્યુનું કારણ પણ અસ્પષ્ટ છે. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application