રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે તા.૨૦ને શુક્રવારે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડ મિટિંગ મળશે. પ્રશ્નકાળમાં પહેલા ક્રમે ભાજપના કોર્પેારેટર હિરેન ખીમાણીયાએ પુછેલો ડામર રસ્તાના એકશન પ્લાન અંગેનો પ્રશ્ન ચર્ચામાં આવશે. દરમિયાન આ એક જ પ્રશ્નની ચર્ચામાં પ્રશ્નકાળનો એક કલાક પૂર્ણ થઇ જાય તેવી પ્રબળ શકયતા છે. બીજી બાજુ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પેારેટરો શહેરના ડામર રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાડા, મહાપાલિકાના ઢોર ડબ્બામાં ઘાસચારાની અભાવે ૩૦ જેટલી ગાયોના મોત તેમજ શહેરમાં ભારે વરસાદથી ધરાશાયી થયેલા ૬૦૨ વૃક્ષોનું લાકડું સ્મશાન સુધી નહીં પહોંચ્યું હોવા સહિતના મામલે ધમાલ મચાવી બોર્ડ મિટિંગને તોફાની બનાવશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં રહેલી કુલ ૨૨ દરખાસ્ત અંગે નિર્ણય થશે જેમાં (૧) વોર્ડ નં.૩માં બેડીનાકા આજી નદી કાંઠે આવેલ આશ્રય સ્થાનનું ડિમોલિશન કરવા (૨) કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ–૩ તેમજ વર્ગ–૪ના ફિકસ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા (૩) રાજકોટ મહાપાલિકા તથા રાજકોટ મીડિયા કલબના સંયુકત ઉપક્રમે યોજાનાર મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ વિનામુલ્યે ફાળવવા (૪) વોર્ડ નં.૧૫માં ગોકુલપરા શેરી નં.૩ના છેડે આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દુર કરવા (૫) નવા બાંધકામોને મંજુરી માટે વસુલવામાં આવતી બેઝ એફએસઆઈની ઉપર વધારાની એફએસઆઈની રકમ તથા ટી.પી.સ્કીમ અંતર્ગત ઇન્ક્રીમેન્ટલ ચાજીર્સની રકમ વસુલવા નીતિ નક્કી કરવા (૬) જુદા જુદા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરથી ટ્રીટેડ વેસ્ટ વોટરનો પુન: વપરાશ કરવાના દરોમાં ફેરફાર કરવા (૭) રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ઈલેશકુમાર વાલાભાઈ ખેર સામે ફોજદારી કામ ચલાવવા મંજુરી આપવા (૮) વોર્ડ નં.૭માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફિસમાં આવેલ હોલ ડીસ્મેન્ટલ કરવા (૯) આઇસીડીએસ વિભાગ, ઘટક–૩ના મંજુર થયેલ સ્ટાફ સેટઅપમાં સુધારો કરવા (૧૦) પાર્ટ ટાઇમ રોજમદાર સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં સુધારો કરવા (૧૧) તા.૧–૪–૨૦૦૫ પછી નિયત પગાર ધોરણમાં આવેલ કર્મચારીઓને રાય સરકારના ધોરણે એનપીએસ (નવી વર્ધિત પેન્શન સ્કીમ) લાભો તથા તેને લગત કરવામાં આવતા આનુષંગિક લાભો, ઠરાવો, હત્પકમો તેમજ પરિપત્રોની અમલવારી કરવા (૧૨) સેક્રેટરી વિભાગનું સ્ટાફ સેટઅપ રિવાઈઝડ કરવા તેમજ ભરતીના નિયમોમાં ફેરફાર કરવા (૧૩) શહેરના વોર્ડ નં.૧૫માં ચુનારાવાડ ચોક પાસે તથા પી.ટી.સી. રોડ પર આવેલ પબ્લિક ટોઇલેટ દુર કરવા (૧૪) વોર્ડ નં.૧૨માં પુનિતનગર ૮૦ ફટ રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાસે આવેલ ચોકનું ખોડલ ચોક નામકરણ કરવા (૧૫) વોર્ડ નં.૬માં મયુરનગર–૭ સામે, સીતારામનગર–૨, વડલાની બાજુમાં આવેલ મુખ્ય રોડનું રત્નાભાઈ રબારી માર્ગ નામકરણ કરવા (૧૬) કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૨૪–મોટા મવા(રાજકોટ)માં સમાવિષ્ટ્ર સમુચિત સતામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી.રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવા (૧૭) સાતમાં પગારપચં મુજબના પગારધોરણના લેવલ–૯માં(વર્ગ–૨) ફરજ બજાવતા અધિકારીઓને સળગં નોકરીના ૧૨(બાર) વર્ષ બાદ, સાતમાં પગારપચં મુજબના પગારધોરણના લેવલ–૧૧ મુજબ પગારધોરણ સુધારણાનો લાભ આપવા (૧૮) ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયાની વિદ્ધ અપ્રમાણસર મિલ્કત વસાવ્યા અંગેના ગુન્હાના કામે પ્રોસીકયુશન ચલાવવાની મંજુરી આપવા (૧૯) રેઇન વોટર હાર્વેસ્ટીંગ માટે જન ભાગીદારી યોજનાની ગ્રાન્ટ અન્વયે જરી નીતિ–નિયમો મંજુર કરવા (૨૦) રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાનું સ્ટાફ સેટઅપ રિવાઈઝ કરવા તેમજ ભરતીના નિયમોમાં ફેરફાર કરવા (૨૧) સદ્દભાવના વૃધ્ધાશ્રમ દ્રારા પ.પૂ.મોરારીબાપુની રામકથાના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિએટર વિનામુલ્યે ફાળવવા (૨૨) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ જાણમાં લેવા સહિતનો સમાવેશ થાય છે
કયા કોર્પેારેટરએ કયા સવાલો ઉઠાવ્યા
૧ હિરેનભાઇ ખીમાણીયા: રસ્તાકામ એકશન પ્લાન, ટેકસ રિકવરી
૨ વર્ષાબેન રાણપરા: સ્માર્ટ સિટી પ્રોજેકટ, કોમ્યુનિટી હોલની ભાડા આવક
૩ જીતુભાઇ કાટોળીયા: ડેંગ્યુ, મેલેરિયા, પાણીજન્ય રોગચાળો
૪ મંજુબેન કુગશીયા: મનપામાં કુલ કેટલી જગ્યા ખાલી, મોબાઇલ લાઈબ્રેરી લાભાર્થી સંખ્યા કેટલી
૫ નીતીનભાઇ રામાણી: આરોગ્ય કેન્દ્રો કેટલા દર્દી આવ્યા, મ્યુનિ.બિલ્ડીંગ્સમાં કેટલા સોલાર ફ ટોપ કેટલા
૬ ચેતનભાઇ સુરેજા: પ્લોટ ભાડે આપવાના નિયમો શું ? પે એન્ડ પાર્કની વાર્ષિક આવક કેટલી
૭ સુરેન્દ્રસિંહ વાળા: ૧૫મા નાણાં પંચની કેટલી ગ્રાન્ટ મળી, જનભાગીદારીથી કેટલા કામ થયા
૮ પુષ્કરભાઇ પટેલ: વરસાદી પાણીના નિકાલની શું કામગીરી કરાઇ, વહીકલ ટેકસ, થિયેટર ટેકસની આવક કેટલી
૯ સોનલબેન સેલારા: ફ્રી વાઇફાઇ કેટલા સ્થળે છે ? ભંગાર ચીજ વસ્તુઓ હરાજીના નિયમો શું ?
૧૦ કોમલબેન ભારાઇ: ઢોર ડબ્બામાં કેટલી ગાયોના મોત, ડ્રેનેજની ફરિયાદો, કેટલા ફાયર એનઓસી ઇસ્યુ
૧૧ નરેન્દ્રભાઇ ડવ: ટેકસ બ્રાન્ચએ કેટલી નોટિસો આપી, મ્યુનિ.મિલકતોની કુલ સંખ્યા કેટલી
૧૨ હાર્દિકભાઇ ગોહેલ: ટેકસ અને પાણીના બિલ લિંક કરવા શું કરવાનું ? અનલિન્કમાં કેટલો વેરો બાકી ?, મિલકત સીલ પછી રિકવરી ન થાય તો શું પગલાં ?
૧૩ દિલીપભાઇ લુણાગરીયા: સફાઈ માટે કેટલા જેસીબી ઉપલબ્ધ, કેટલા ટ્રાફિક સર્કલ લોકભાગીદારીથી ડેવલપ ?
૧૪ રસિલાબેન સાકરીયા: કેટલા નાગરિકોએ એડવાન્સ મિલ્કતવેરો ભર્યેા ? ફડ બ્રાન્ચએ કેટલા સેમ્પલ લીધા ?
૧૫ કેતનભાઇ પટેલ: ઇબાઈક અને સાઈકલમાં કેટલી સબસીડી અપાઈ, સરકારની કેટલી ગ્રાન્ટ વપરાઇ ?
૧૬ પરેશભાઇ આર.પીપળીયા: ટેકસનું બાકી લેણું કેટલું ? સ્ટ્રીટ લાઇટની કેટલી ફરિયાદો?
૧૭ વશરામભાઇ સાગઠિયા: આજી રિવર ફ્રન્ટ, રામનાથ કોરિડોર, સફાઈ કામદાર ભરતી, સ્મશાન લાકડા કૌભાંડ
૧૮ પ્રીતિબેન દોશી: આઉટ સોર્સ એજન્સીના કોમ્પ્યુટર ઓપરેટર કેટલા? તેમની મુદ્દત કેટલી?
૧૯ નરેન્દ્રસિંહ વાઘેલા: કેટલા માર્ગેા ઉપર રાત્રી સફાઈ થાય છે ?
૨૦ રુચિતાબેન જોષી: પ્રોફેશનલ ટેકસના રજિસ્ટ્રેશન કેટલા અને આવક કેટલી?, ખાલી પડેલા આવાસોનું ચેકિંગ કયારે થયું હતું ?, ફેઇલ ગયેલા ફૂડ સેમ્પલમાં શું કાર્યવાહી થઇ ?
૨૧ મકબુલભાઇ દાઉદાણી: અિકાંડ પછી કેટલા બાંધકામ પ્લાન ઇનવર્ડ થયા, તેમાંથી કેટલા મંજુર અને કેટલા નામંજૂર સહિતના ત્રણ પ્રશ્નો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech