ગોંડલમાં રાત્રીના પ્રૌઢ પેટ્રોલ લેવા ગયા, પરત આવતા બાઇક ચોરી થઇ ગયું હતું

  • September 30, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના વડવાળી જગ્યા પાસે લોહગરીધામ નજીક રાત્રિના પ્રૌઢના બાઈકમાં પેટ્રોલ ખાલી થઈ જતા અહીં બાઈક રાખી જમાઈના ઘરે ગયા હતા. અહીંથી પેટ્રોલ લઇ પરત આવતા કોઈ શખસ અહીંથી બાઈક ચોરી કરી ગયું હોવાનું માલુમ પડું હતું. જેથી આ અંગે તેમણે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રઘુવીર સોસાયટી પાસે રહેતા વિનુભાઈ બાલાભાઈ મેટાળીયા (ઉ.વ ૫૮) નામના પ્રૌઢ દ્રારા ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલના માંડવી ચોકમાં ફ્રત્પટની લારી ધરાવે છે. ગત તારીખ ૨૯૮ ના રાત્રીના સાડા આઠેક વાગ્યા આસપાસ તેઓ બાઇક લઇ જમાઈ નિલેશભાઈ મેણીયા કે જે ગોંડલના ભગતપરા શેરી નંબર ૯૧૦ ના ખૂણે રહેતા હોય ત્યાં જતા હતા ત્યારે ગોંડલના વડવાળી જગ્યા લોહગરીધામ પાસે પહોંચતા બાઇકમાં પેટ્રોલ પૂં થઈ ગયું હતું. જેથી અહીં રોડ પર સાઈડમાં બાઈક પાર્ક કરી તેઓ જમાઈના ઘરે ગયા હતા.
રાત્રીના ૯:૩૦ વાગ્યા આસપાસ જમાઈના ઘરેથી પેટ્રોલ લઈને અહીં લોહગરીધામ પાસે આવતા તેમણે પાર્ક કરેલું બાઈક કયાંય જોવા મળ્યું ન હતું. આજુબાજુ તપાસ કરી હતી પરંતુ બાઈક નજરે ન પડતા કોઈ ચોરી કરી ગયુ હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે . ૧૫,૦૦૦ ની કિંમતના આ બાઈકની ચોરી થયા અંગે પ્રથમ ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ આ બાબતે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application