થોરાળામાં લીવર ચોંટી જતા બાઈક રિક્ષામા ભટકાઈ: યુવકનું મોત

  • May 07, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થોરાળાની શાળા નં–૨૯ પાસે બાઈક અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત થયું નીપયું હતું.બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર દેવપરામાં રહેતો અમિત મનસુખભાઇ ભાલાળા (ઉ.વ.૩૫) નામનો યુવક સાંજે સાતેક વાગ્યે પોતાનું મોટરસાઇકલ લઇ જતો હતો ત્યારે થોરાળામાં શાળા નં–૨૯ પાસે બાઈકનું લીવર ચોંટી જતા બેલેન્સ ગુમાવી દીધું હતું અને સામેથી આવતી રીક્ષા સાથે મોટરસાઇકલ અથડાતા યુવક રોડ પર પટકાયો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસએ હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application