પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ આવેલા રવિપાર્ક વિસ્તારમાં હાલમાં ભુગર્ભ ગટરનું આડેધડ ખોદકામ થઇ રહ્યુ છે અને નિયમોનો આડેધડ ઉલાળીયો કરીને કોન્ટ્રાકટરો આડેધડ ખોદકામ કરી રહ્યા છે ત્યારે ગઇકાલે રાત્રે એક સીનીયર સીટીઝન અહીંથી બાઇક લઇને પસાર થતા હતા ત્યારે તેમનુ મોટરસાઇકલ ખાડામાં ખાબકયુ હતુ. સદનસીબે તેઓને કોઇ ઇજા થઇ નથી પરંતુ બાઇકને મોટુ નુકશાન થયુ હતુ તેથી લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરીને પાલિકાનું તંત્ર કોન્ટ્રાકટરો પાસે નિયમ મુજબ કામ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ આવેલા રવિ પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી કોન્ટ્રાક્ટરના માણસો આડેધડ અને નીતિનિયમનો ઉલાળીયો કરીને કરી રહ્યા છે જેના કારણે ગઈકાલે રાત્રે એક સિનિયર સિટીઝન મોટરસાયકલ અને પસાર થતા હતા ત્યારે ખોદેલા ખાડામાં તેમનું બાઈક પડ્યું હતું. સદનસીબે તેમને કોઈ ઈજા થઈ ન હતી પરંતુ બાઇકને મહામહેનતે કાઢવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે અઠવાડિયાથી ખોદકામ થઈ ગયું છે પરંતુ તેનો કાટમાળ છે તે યોગ્ય જગ્યાએ રાખવાની બદલે રોડની વચ્ચોવચ ખડકી દેવામાં આવ્યો છે જેના કારણે આ વિસ્તારમાંથી કોઈ વાહન પસાર કરવું હોય તો પણ મુશ્કેલ બની જાય છે. કોન્ટ્રાક્ટરોને કડક સુચના આપીને નિયમનું પાલન કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
લોકોએ જણાવ્યુ હતુ કે કામ પૂર્ણ થઇ ગયા બાદ પણ તેનો કાટમાળ દૂર કરવાના બદલે દિવસોથી ઢગલા કરીને રાખી દેવામાં આવ્યો છે તેના કારણે અહીં સોસાયટીમાં રહેતા લોકોને આવવા-જવામાં ખુબ મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમ છતાં કોન્ટ્રાકટરના માણસો મનમાની કરી રહ્યા છે. નગરપાલિકાના તંત્રએ જવાબદારો સામે કડક હાથે કામ લેવુ જરી બન્યુ છે. કોઇનો જીવ જાય તે પહેલા તંત્ર યોગ્ય કરાવે તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech