જેટલા પથ્થરની ડગલી કરો આવતા ભવમાં એટલા જ માળનું મકાન બને તેવી માન્યતા

  • November 13, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારભં થયો છે પ્રવેશ દ્રાર પાસે મહિલાઓએ પથ્થરના ઢગલા કરી પૂજન કયુ હતું. ઢગલી કરવાનું કારણ જેટલા પથ્થરની એકબીજા પર ઢગલો થાય એટલા માળનું મકાન આવતા ભવમાં બનતું હોય છે તેથી તળેટીના માર્ગ પર અનેક સ્થળોએ પથ્થરની ઢગલીઓનો પૂજન મહિલાઓ દ્રારા કરતી જોવા મળી રહે છે.
હિન્દુ સંસ્કૃતિના કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની પરિક્રમા કરવાનું વિશેષ મહાત્મય છે. પરિક્રમા કરવા આવેલા ભાવિકો વર્ષેાથી ચાલતી પરંપરાને નિભાવે છે. મહિલાઓએ પાયતન પ્રવેશદ્રાર પાસે એકબીજા પર પથ્થર મૂકી દીવા પ્રગટાવી પૂજન કયુ હતું. આ કરવા પાછળ તેઓના જણાવ્યા મુજબ જેટલા પથ્થર એકબીજા પર ગોઠવવામાં આવે આવતા જનમમાં એટલા જ માળનું મકાન થતું હોવાની માન્યતા રહે છે. હજારો મહિલાઓએ આ વિધિ કરી હતી અને પરિક્રમા પૂર્ણ કરી બોરદેવી અને ભવનાથમાં પણ આ પ્રકારે પૂજા કરવામાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application