આ નટીઓની સુંદરતા પ્લાસ્ટિક સર્જરીની દેન : શિલ્પા શેટ્ટી,પ્રિયંકા ચોપરા,અનુષ્કા શર્મા સર્જરી બાદ ટ્રોલ પણ ખુબ થયા

  • April 16, 2024 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવુડમાં અનેક એવી અભિનેત્રીઓ છે. જે પોતાની સુંદરતા માટે વિદેશમાં પણ ચર્ચામાં હોય છે. આમાંથી કેટલાકની બ્યુટી નેચરલ છે તો કેટલાક બોલિવુડ સ્ટાર પ્લાસ્ટિક સર્જરી કરાવી ચુક્યા છે.


ચાહકો આજે જે બોલીવુડ અભિનેત્રીઓને જુએ છે તેની સુંદરતા રિયલ નથી. આ અભિનેત્રીઓને આ સુંદરતા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી ચુકી છે, 

90ના સમયની ખુબ જ સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફિટનેસથી લોકોમાં ચર્ચાનું કારણ બને છે. પરંતુ શું તમને ખ્યાલ છે. તેની આ સુંદરતા પાછળ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો હતો. અભિનેત્રીએ નાકની સર્જરી કરાવી હતી.

જો પ્લાસ્ટિક સર્જરીની વાત આવે તો દેશી ગર્લ કેમ પાછળ રહે, બોલિવુડ થી લાઈ હોલિવુડમાં નામ કમાનારી પ્રિયંકા ચોપરા પણ અનેક વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી ચુકી છે. તેમણે પોતાના હોઠની સર્જરી કરાવી છે.

બોલિવુડની ખુબ સુંદર અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ પોતાના હોઠની સર્જરી કરાવી છે. શરુઆતમાં લિપ સર્જરીના કારણે અભિનેત્રી ખુબ ટ્રોલ પણ થઈ હતી.

ફિલ્મોમાં પ્રવેશતા પહેલા જાહન્વી કપુરે પોતાને લુકને સુંદર બનાવવા નાકની સર્જરી કરાવી હતી. તમને જણાવી દઈએ કે, તેમની માતાએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.  

ઘણી અભિનેત્રીઓએ પોતાની સુંદરતા નિખારવા માટે કોસ્મેટિક સર્જરીનો સહારો લીધો છે, પરંતુ આયેશા ટાકિયાને આ સર્જરી બાદ સોશિયલ મીડિયા પર તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News