જામનગર નાં મનોજ ધનવતંરાય શાહ સાથે છેતરપીંડી કરવાના ઈરાદે ટ્રેસી મુરફી એ ફરીયાદીને વોટસએપ પર બીઝનેસ કરવા માટે મેસેજ કરી વિશ્વાસમા લઈ સાયક્લોનિક એચ -૫૦ લે-વેચ બાબતે જણાવી તેમા મોટો નફો મળશે તેમ સમજાવી આ મટીરીયલ્સ એમ.બી.શર્મા એન્ટરપ્રાઈઝ નાસીકમાં મળશે તેમ જણાવી કોન્ટેકટ પર્સન વિના શર્માના નંબર આપતા મનોજ શાહએ તેમની સાથે વાતચીત કરતા અને મટીરીયલ્સ મોકલી આપવાનું જણાવતા ટ્રેસી મુરફીએ ડેવીડ હીલેરી ડાયરેકટર(સી.ઈ.ઓ.) એસીનો ફાર્મા કયુટીકલ કંપની લંડનમા ફોન પર સંપર્ક કરાવી તેઓએ પોતાના પ્રતિનિધી સોફીયા કેનડીને તા.૩૧-૩-૨૦૨૧ના રોજ મનોજ શાહની ઓફીસે આવી એમ.બી. શર્મા એન્ટરપ્રાઈઝ માંથી આવેલ મટીરીયલ્સનું સેમ્પલ લેવડાવ્યા હતા.
આ સેમ્પલ યોગ્ય હોવાનું જણાવી ડેવીડ હીલેરી ડાયરેકટર (સી.ઈ.ઓ.) એસીનો ફાર્મા કયુટીકલ કંપનીએ મનોજ શાહ સાથે ખોટો પરચેઝ ઓર્ડર તૈયાર મેઈલ દ્વારા મોકલી ૧૦૦ લીટર મીટીરીયલ્સ ખરીદવાનું જણાવી મનોજ શાહને વિશ્વાસમાં લેતા મનોજ શાહએ એમ.બી.શર્મા એન્ટરપ્રાઈઝમાં ઉપરોકત ઓર્ડર નોંધાવતા જેના ૫૦ ટકા એડવાન્સ પેમેન્ટ આપવાનું જણાવી પોતાના મળતીયાઓનાં અલગ-અલગ બેન્કોના ખાતા નંબર આપી તેમા એડવાન્સ પેમેન્ટ જમા કરાવવાનું જણાવતા મનોજ શાહએ પૈસા જમા કરાવતા આરોપી કોઈ મટીરીયલ્સ નહી મોકલાવી રૂા.૧,૩૫,૭૫,૦૦૦/- જેટલી રકમ મનોજ શાહ પાસેથી પાચાવી પાડી તેમજ સમજુતી મજુબનો માલ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કરેલ છે.
આ અંગે મનોજ ધનવંતરાય શાહે જામનગર પોલીસમા ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ કરેલ. અને તપાસમાં આ એક અંતરાષ્ટ્રીય સડયંત્ર ખુલેલ અને આ કેસમાં કુલ ટોટલ ૧૬ આરોપીઓના નામ ખુલવા પામ્યા હતા.જેમાં પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં આરોપી મહમદહુશેન તુકારામ શેખ ઉર્ફે શીવાજી તુકારામ,( મુંબઈ )વાળાની ઘરપકડ કરેલ આ ઈસમે જામીન ઉપર મુક્ત થવા માટે જામીન અરજી કરતા એડીશ્નલ પબ્લીક પ્રોસીકયુટર પીયુષ જે. પરમાર દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે આ આરોપીના ખાતામાં મનોજ શાહએ રૂપિયા ૧૫,૦૦,૦૦૦ જમા કરાવેલ છે. જેથી આ ઈસમનો મહત્વનો રોલ હોય અને અન્ય રાજયમાં રહેતો હોય તેથી ભાગી જવાની પુરેપુરી શક્યતા હોય તથા આ કેસમાં મુળ ફરીયાદી મનોજ એમ. અનડકટ દ્વારા લેખીત વાંધાઓ રજુ કરવામાં આવેલ.
આ કેસમાં જામનગરના એડીશ્નલ સેસન્સ જજ એમ.આર.ચૌધરીએ સરકારી વકીલની દલીલો તથા મુળ ફરીયાદી તરફે લેવામાં આવેલ વાંધાઓ ધ્યાનમાં લઈ આરોપીની જામીન અરજી રદ કરેલ છે.
આ કેસમાં સરકાર તરફથી એડી. પબ્લીક પ્રોસીકયુટર પીયુષ જે. પરમાર તથા મુળ ફરીયાદી તરફે વકીલ તરીકે મનોજ એમ.અનડકટ તથા રાજેશ એમ.અનડકટ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech