નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યુ હતું. ત્યારે આ ટેબ્લોને વિજેતા બનાવવા માટે ઓનલાઈન વોટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી સુધી ઓપન રહેશે.
''ધોરડો" ઝાંખીના ટેબ્લોએ આજે નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જેને વિજેતા બનાવવા માટે ઓનલાઈન વોટિંગ તમે કરી શકો છો. પ્રજાસત્તાક પર્વે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થયું હતું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. જેમાં ગુજરાત દ્વારા 26 જાન્યુઆરી એટલે કે આજે પ્રદર્શિત થયેલા ટેબ્લોમાં ''ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ"ની ઝાંખી હતી. જે ટેબ્લોને વિજેતા બનાવવા માટે ઓનલાઈન વોટિંગ કરી શકો છો.
વોટિંગ કરવા માટે કરો આ રીતે...
• સૌ પ્રથમ તો તમે આ લિંક ઉપર ક્લિક કરો:
https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day-2024/
• ત્યારબાદ રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ અને જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે... ત્યાં ટીક કરો...
• નીચે લીલા બટનમાં Log in to Participate છે, તે પ્રેસ કરો...
• ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો...
• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે...
• આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે...
SMS થી વોટિંગ કરવા કરો આ રીતે..
• SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરવાની રહેશે.
• SMS Syntax: MYGOVPOLL<space>344521<comma>Choice NumberSend to 7738299899
• વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2024ના સવારે 05:30 કલાક સુધી જ ખુલી રહેશે...
ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ"ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ ! આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો.
વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2024ના સાંજે 07:00 કલાક સુધી જ ખુલી હોઈ અને ગુજરાતને આપના વોટસની ભરપૂર અવશયક્તા હોઈ, તત્કાલ વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech