અથાણા પરિવારની જોડીદાર ગરમળનું સોમનાથના શાક બજારમાં આગમન

  • March 29, 2024 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળો એટલે ભાતભાતના અથાણા બનાવવા આરોગવા અને ભોજનને વિવિધ રસથી ચટાકેદાર બનાવવાની મોસમ. સોમનાથ પ્રભાસપાટણની શાક બજારમાં ગરમળનું આગમન થયું છે. ધીમે ધીમે ગુંદા, અથાણાની મોટી કેરી, કેરડા વગેરે આવતા થશે અને ચૈત્ર-વૈશાખ માસમાં અથાણા બનાવી શકાય તેવી વસ્તુઓથી શાક બજાર ધમધમી ઉઠશે. 
ગરમળનું વાવેતર દિવાળીના અરસામાં થાય છે અને તેનો પાક ચૈત્ર મહિનામાં આવે છે. ગરમળનો આકાર ઓકટોપસ જેવો હોય છે અને ગરમળ કંદમુળ છે જે જમીનના નીચેના ભાગમાં ઉગે છે. ગરમળનો રંગ માટીના રંગ જેવો હોય છે. બહાર ડાંડલી સાથેના પાન હોય છે. ગરમળ પાકતા તેને બહાર કાઢી માર્કેટીંગ યાર્ડ ખાતે વેચાણમાં મોકલાય છે. જયાંથી રાજકોટ, સુરત, અમદાવાદ, ગોંડલ અને અન્ય જિલ્લ ામાં ખરીદારો લઈ જાય છે. ગરમળનું આખા વર્ષનું અથાણું ઘરમાં રખાય છે. ગરમળનો સ્વાદ તુરો થોડો ખારો હોય છે. પરંતુ ઉનાળાના કેરીના મીઠા રસની સામે આ સ્વાદ સમતલ રહે છે અને આરોગ્યની દ્રષ્ટીએ તેમાં અનેક ગુણ સમાવિષ્ટ હોય છે. ગરમળના ડાળખાને મીઠું, હળદર, લીંબુ ભમરાવી ભોજનની સાથે અથાણામાં પણ ઉપયોગમાં લેવાય છે. ગરમળ એ  સોમનાથ પંથકનો વિશિષ્ટ પાક છે જેની સ્વાદ શોખીનો પણ રાહ જોતા હોય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application