અંબાજી મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારને અંદાજિત રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવનાર હોવાનું આજરોજ વિધાનસભામાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી અને આસપાસના યાત્રાધામના વિકાસ માટે અત્યારસુધીમાં બે ટીપી સ્કીમ અમલી કરાઇ છે. અંબાજી મંદિર અને તેની આજુબાજુના વિસ્તારની આશરે ૬.૦૭ હેકટરની નગર રચના યોજના નં. ૧ (અંબાજી) વર્ષ -૧૯૮૩ થી અમલી છે.
નગર રચના યોજના નં. ૧ (અંબાજી) માં મુળખંડોની કિંમતની સામે ફાળવવામાં આવેલ અંતિમખંડોની કિંમતમાં આવતા તફાવત વળતર તરીકે આપવામાં આવ્યાં છે. અંબાજી માતા મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો અંદાજિત ૧૧૯૧ કરોડના પ્રોજેક્ટથી વિસ્તૃત વિકાસ કરવામાં આવનાર છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે બનાવેલ વિકાસ યોજના આધ્યાત્મિકતાને આધુનિક માળખાગત સુવિધાઓ સાથે જોડશે અને આસપાસના પર્યાવરણનું રક્ષણ પણ કરાશે.
ગબ્બર ટેકરી પરના જ્યોત અને મંદિરના વિશા યંત્ર વચ્ચે એક સરળ જોડાણ બનશે. ચાચર ચોક અને ગબ્બર મંદિરના વિકાસ અર્થે કલાત્મક શિલ્પ અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લેથી સમૃદ્ધ સ્થાનિક સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રતિબિંબિત કરાશે. સાથોસાથ, સાંસ્કૃતિક અને સામુદાયિક કાર્યક્રમો માટે સુવિધાઓ આપવામાં આવશે. મંદિર પરિસરથી ગબ્બર ટેકરી સુધીનો પગપાળા જનાર યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે અને તેમને આરામ કરવા માટેના સ્થળો સ્પષ્ટ સાઇનબોર્ડ સાથે પર્યાવરણને અનુકૂળ વોકવે બનાવવામાં આવશે.
દિવ્ય દર્શની ચોકનાં વિકાસનાં ભાગરૂપે સુંદર ડિઝાઇનનાં લોકોના આમોદ પ્રમોદ માટે જગ્યાનાં વિકાસ કરવામાં આવશે. જેમાં બેઠક વ્યવસ્થા, હરિયાળી અને માહિતી માટેના કિઓસ્ક હશે. તેમાં સ્થાનિક વિક્રેતાઓ માટે જગ્યાઓ પણ સુનિશ્ચિત કરાશે. સતી સરોવર અને સતી ઘાટને લેન્ડસ્કેપ બગીચાઓથી અને ધાર્મિક વિધિઓ માટે પર્યાવરણને અનુકૂળ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી માત્ર ગુજરાત પર્યટન જ નહીં, પણ આવનારી પેઢીઓ માટે આધ્યાત્મિક સ્થળ તરીકે અંબાજીનું મહત્વ પણ વધશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના પાંચ હોમગાર્ડઝને ઓફિસર તરીકે પ્રમોશન
February 28, 2025 06:56 PMકાલથી શરૂ થનાર પવિત્ર રમઝાન માસમાં ટ્રાફીક વ્યવસ્થા અંગે રજૂઆત
February 28, 2025 06:04 PMજામનગરમાં ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ: તાપમાન ૩૪.૪ ડીગ્રી
February 28, 2025 05:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech