ફીટનેસ રીન્યુઅલની અરજી ઓટોમેટેડ ટેસ્ટિંગ ખાતે જ કરવાની રહેશે

  • June 14, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર આર.ટી.ઓ.ના કાર્યક્ષેત્રમા આવતા તમામ પ્રકારના કોમર્શિયલ વાહનો માટે કાર્યક્રમ


મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા નોટિફિકેશન G.S.R. 663 (E), તા.૧૨-૦૯-૨૦૨૩ બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ જે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમા ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય તે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમા તમામ પ્રકારના કોમર્શિયલ કે ટ્રાન્સપોર્ટ વાહનો (M.N.કેટેગરી સાથે T કેટેગરી અને કન્સ્ટ્રક્શન ઈક્વીપમેન્ટ) ના ફીટનેસ રીન્યુઅલની અરજી કરજિયાતપણે તા.૧૨-૦૬-૨૦૨૪ થી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહે છે.હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NIC ના AFMS Portal  પર ઉપલબ્ધ છે, જે https://vahan/parivahan.gov.in/AFMS/#/પરથી મેળવી શકાશે જેની તમામ વાહન માલીકોને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી જામનગર દ્વારા જણાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News