પ્રાગટ્ય : વિક્રમ સવંત ૧૫૩૫ ચૈત્ર વદ અગિયારસ - જળ સમાધી : ૧૫૮૭ અષાઢ સુદ બીજ
વૃક્ષોમાં ઈશ્વરનો વાસ છે: વૃક્ષોની સાર-સંભાળ દરેકે રાખવી જોઈએ
શ્રીમદ્ વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય હતા. પુષ્ટિ માર્ગના અનુયાયીઓ તેમને મહાપ્રભુજી તરીકે પણ ઓળખે અને પૂજે છે.તેમનો જન્મ એક વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ત્યાં ચંપારણ્યમાં વિક્રમ સંવત ૧૫૩૫ (ઇ.સ. ૧૪૭૯)માં ચૈત્ર વદ અગિયારસના દિવસે થયો હતો.
વિક્રમ સંવત ૧૫૪૦ માં શ્રી વલ્લભ ને ૫ વર્ષ થયાં હતા, રામનવમીના દિવસે તેમનો કાશીમાં યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો. ૫ વર્ષ ની નાની ઉંમરમાં તેમણે ૪ વેદ, ઉપનિષદો અને ૬ દશૅનનો અભ્યાસ કર્યો. ૧૦ વર્ષની ઉંમરમાં તેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું.
શ્રી વલ્લભાચાર્યજી એ અષ્ટાક્ષર ગોપાલ મંત્રની દીક્ષા શ્રી વિલ્વમંગલાચાર્યજી પાસેથી પ્રાપ્ત કરી અને ત્રિદંડ સંન્યાસ દીક્ષા સ્વામીનારાયણ તીર્થ પાસેથી મેળવી. શ્રી વલ્લભાચાર્યજી બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિના હતા. તેમને વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત જૈન, શૈવ, બૌદ્ધ, શાંકર આદિ ધર્મ સંપ્રદાય ના પણ વિદ્વાન હતા.
તેમણે બનારસમાં રહીને વેદ, વેદાંત, દર્શન, સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો. રામેશ્વરથી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ત્રણવાર પર્યટન કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન તેમણે શ્રીમદ્ ભાગવતની કથા અને પારાયણ કર્યા. આજે એ સ્થળો 'બેઠક' તરીકે ઓળખાય છે.
રાજા કૃષ્ણદેવરાયની નગરીમાં વલ્લભાચાર્ય તીર્થયાત્રા દરમિયાન આવ્યા હતા. ત્યાં બધા પંડિતો અલગઅલગ વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે બૃહદતત્ત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કરી ગાગા ભટ્ટ અને સોમેશ્વર જેવા પંડિત સાથે ઘણા દિવસો સુધી ચર્ચા કરી. ઉપસ્થિત પંડિતોએ અંતે વલભાચાર્યના વિચારોને યોગ્ય માનીને તેમને આચાર્યની પદવી આપી હતી.
શ્રી વલ્લભાચાર્યજી ભારત ના મહાન વૈષ્ણવચાર્ય હતા તેમણે ભક્તિ માર્ગ માં શુરૂદિષ્ટિ ભક્તિ ની સ્થાપના કરી અને જગત ને બ્રહ્મવાદ નું જ્ઞાન કરાવ્યું. સેવા, સ્નેહ અને સમર્પણ નો સંદેશ આપી ભક્તિ માર્ગ પુષ્ટ બનાવ્યો. સેવા માર્ગ પ્રગટ કરી જીવો ને પ્રભુ સન્મુખ કર્યા. શ્રી વલ્લભે તેમના જીવનકાળ દરમિયાન ૫ સોમયજ્ઞ કર્યા હતા. તેમણે ૩ વાર ભારત યાત્રા કરી હતી અને આ સંપુર્ણ ભારતયાત્રા ઠંડી, ગરમી કે વરસાદ ની ચિંતા કર્યા વગર પૂર્ણ કરી હતી.
૨૩ વર્ષની વલ્લભની ઉંમર હતી જ્યારે તેમના લગ્ન અત્રિમ્મા અને દેવન ભટ્ટની સુપુત્રી મહાલક્ષ્મી સાથે થયા. વિક્રમ સંવત ૧૫૫૮ ના અષાઢ સુદ પાંચમના કાશીમાં ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા. વિક્રમ સંવત ૧૫૬૭ના ભાદરવા વદ ૧૨ ના શુભ દિને અડેલ ખાતે શ્રી વલ્લભને ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ ૫ વર્ષ પછી વિક્રમ સંવત ૧૫૭૨ માં માગશર વદ ૯ ના શુભદીને ચરણાંટ ખાતે બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું.આમ શ્રી વલ્લભાચાર્યજી ને ત્યાં બે પુત્રો થયાં.
શ્રીમદ વલ્લભાચાર્યજીની બેઠકો ભારતમાં સ્થિર છે. આજે પણ ત્યાં શ્રીવલ્લભ સાક્ષાત બિરાજે છે. જ્યાં જ્યાં શ્રીવલ્લભાચાર્યજીની બેઠકો છે ત્યાં તેમણે ભાગવત પારાયણ કર્યું છે અને અનેક જીવોનો ઉધ્ધાર કર્યો છે. અને દરેક બેઠકજીનું સ્થાન પણ ખૂબ રળિયામણું છે.
કોરોના કપરા કાળમાં માનવજાતને વૃક્ષોનું મૂલ્ય સમજાયું જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પાંચસો વર્ષ પહેલાં કહેલું કે વૃક્ષોમાં ઈશ્વરનો વાસ છે,દરેક મનુષ્યે વૃક્ષોની સાર સંભાળ રાખવી જોઈએ.
વિક્રમ સંવત ૧૫૮૭ ના અષાઢ સુદ બીજ ના રવિવાર હતો. બરાબર મધ્યાહન સમયે શ્રીવલ્લભ ગંગાજીની મધ્ય ધારામાં પ્રવેશ્યા. પ્રભુનું ચિંતન કરતાં જેવા જળમાં નીચા નમ્યા કે તરત જ ગંગાજીમાંથી દિવ્ય તેજનો એક મોટો સ્તંભ પ્રગટ થયો. તે આકાશ સુધી છવાઈ ગયો. તે દ્વારા શ્રીવલ્લભ સદેહે ગૌલોકમાં પધાર્યા. આકાશમાં દુંદુભિઓ નો અવાજ થયો અને પુષ્પવૃષ્ટિ થઈ. સૌ કાશીવાસીઓએ આ દિવ્ય તેજપુંજ લગભગ ત્રણ કલાક સુધી જોયો. સૌ આશ્ર્ચર્ય પામી શોકમગ્ન બન્યાં. આમ અલૌકિક અગ્નિમાંથી પ્રગટ થયેલા શ્રીવલ્લભ અલૌકિક અગ્નિ સ્તંભથી ગૌલોક પધાર્યા. તેઓ પૃથ્વી પર બાવન વર્ષ, બે માસ અને સાત દિવસ સુધી બિરાજયા.
ગુજરાતમાં વીસ મહાપ્રભુજીની બેઠકો - સૌથી વધુ હાલારમાં સાત બેઠકો
૫૬ મી બેઠક : જામનગર
૫૭ મી બેઠક : જામખંભાળિયા
૫૮ મી બેઠક : પીંડ તારક પીંડારા
૫૯ મી બેઠક : મૂળ ગોમતા, નાના ભાવડા
૬૦ મી બેઠક : દ્વારકા ગોમતી તટે
૬૧ મી બેઠક : ગોપી તળાવ
૬૨ મી બેઠક : બેટ-શંખોદ્વાર
હાલાર સિવાયની ગુજરાતમાં આવેલ મહાપ્રભુજીની ૧૩ બેઠક
(૦૧) ૫૩ મી બેઠક : સુરત
(૦૨) ૫૪ મી બેઠક : ભરૂચ
(૦૩) ૫૫ મી બેઠક : મોરબી
(૦૪) ૬૩ મી બેઠક : નારાયણ સરોવર
(૦૫) ૬૪ મી બેઠક : જુનાગઢ
(૦૬) ૬૫ મી બેઠક : પ્રભાસપાટણ
(૦૭) ૬૬ મી બેઠક : માધવપુર
(૦૮) ૬૭ મી બેઠક : ગુપ્ત પ્રયાગ દેલવાડા
(૦૯) ૬૮ મી બેઠક : તગડી તા.ધંધુકા
(૧૦) ૬૯ મી બેઠક : નરોડા અમદાવાદ
(૧૧) ૭૦ મી બેઠક : ગોધરા
(૧૨) ૭૧ મી બેઠક : ખેરાલુ
(૧૩) ૭૨ મી બેઠક : સિધ્ધપુર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech