રાજ્યમાં પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનું શુક્રવારે પેટ્રોલ-ડિઝલ નહીં ખરીદવા માટે નો પરચેઝનું એલાન

  • September 13, 2023 07:32 PM 

રાજ્યમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનું 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ ડિઝલ ન ખરીદવા માટે નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે. અમદાવાદ પેટ્રોલ પંપ ડીલરો દ્વારા છેલ્લા છ વર્ષથી ડીલર માર્જિન નહીં વધારવા જેવી માંગને લઈને નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે.


અમદાવાદ પેટ્રોલ પમ્પ ડીલરો દ્વારા છેલ્લા છ વર્ષથી ડીલર માર્જિન નહીં વધારવાના વિરોધમાં આગામી 15મી સપ્ટેમ્બરે નો પરચેઝનું એલાન કર્યું છે. ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સને નીચે જણાવેલા પ્રશ્નો ઘણા સમયથી પડતર છે. ઘણી બધી રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અત્યાર સુધીમાં કોઈ સંતોષકારક જવાબ તેમજ પ્રશ્નોનું નિરાકરણ થયું ન હોવાથી હવે ના છૂટકે સેન્ટ્રલ ગવર્મેન્ટ પેટ્રોલિયમ મંત્રાલય સુધી મેસેજ પહોંચાડવા માટે પેટ્રોલ ડિઝલ ન ખરીદવા માટે નો પરચેઝનું એલાન કર્યું છે.


પેટ્રોલિયમ ડીલર્સના નીચે જણાવેલા પ્રશ્નો 

1. છેલ્લા ૬ વર્ષ થી અમારા ડીલર માર્જિનમાં વધારો થયો નથી.

2. CNG નું ડીલર માર્જિન ૦૧-૧૧-૨૦૨૧ થી ૩૧-૦૩-૨૦૨૩ (૧૭ મહિના નું) મળેલ નથી.

3. બ્રાન્ડેડ પેટ્રોલ / ડીઝલ ફરજિયાત વેચવા માટે વધુ પડતું દબાણ કરી ડીલર ને પરેશાન કરે છે.


ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે વેચાણ ચાલુ

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ ડિઝન ન ખરીદવાનું એલાન કર્યું છે પરંતુ ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખીને પેટ્રોલ ડિઝલનું વેચાણ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application