આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે શિવાલયોમાં મહાદેવને રિઝવવા ભાવિકો ઉમટી પડશે ત્યારે જૂનાગઢમાં ગંધ્રપ્રવાડા વિસ્તારમાં આવેલ નાગરોના આરાધ્યા દેવ મનાતા પ્રાચીન હાટકેશ્વર મહાદેવ પ્રત્યે ભાવિકો અનેરી આસ્થા ધરાવે છે. જૂનાગઢમાં અંદાજિત ૩૦૦ વર્ષ જૂનું પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે નરસિંહ મહેતા પણ શિવલિંગની પૂજા કરવા આવતા હતા. સુવર્ણ લિંગ હોવાથી હાટકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.
હાટક (સુવર્ણ)થી બનેલું લિંગ એટલે હાટકેશ્વર. હાટકેશ્વર મહાદેવની પ્રાચીન સમયની સ્કંદપુરાણમાં દર્શાવેલી વિગતો ધ્યાનમાં લઈએ તો કોઈ ચિત્ર શર્મા નામના બ્રાહ્મણે મહાદેવની કઠિન પૂજા આરાધના કરી ત્યારે શિવ પ્રસન્ન થયા હતા અને તેણે જે પાતાળમાં હાટકેશ્વર હતા તેમને પૃથ્વી ઉપર પધારવા નિમંત્રણ આપ્યું. ત્યારે મહાદેવ એ કહ્યું કે માં એ લિંગ તો અસલ સ્વપે છે તેથી તેને બદલે તમે સુવર્ણનો લિંગ બનાવી પૃથ્વી ઉપર પ્રસ્થાપિત કરો પછી જે હાટકમાંથી બનાવેલ લિંગ સ્થાપ્યું તે હાટકેશ્વર કહેવાયા. હાટકેશ્વર મહાદેવ પૃથ્વી ઉપર કેવી રીતે આવ્યા તેની પણ સ્કંદપુરાણમાં વિગતો મુજબ એક દિવસ આનદં દેશમાં શંકર ભગવાન ભિક્ષા લેવા નીકળ્યા ત્યારે ભુવનની ઋષિ પત્નીઓ કામ મોહિત થઈ અને ઋષિઓ આ બાબતે ખીજાયા અને તેણે કહ્યું કે તમાં લિંગભૂમિ પર પડો આથી મહાદેવ પૃથ્વી ઉપર પડા અને પાતાળમાં બેસી ગયા પછી બ્રહ્માએ લિંગ આકારના સુવર્ણ હાટક લઈ લિંગ સ્થાપ્યું હતું અને બ્રહ્માએ કહ્યું કે સુવર્ણથી નિર્માણ પામેલું પ્રથમ લિંગ તમામ ઠેકાણે તથા પાતાળમાં હાટકેશ્વર નામથી ઓળખાશે. જે કોઈ હાટક, મણી, મોતી કે રત્નોથી મહાદેવનું લિંગ બનાવી ત્રણ કાળ તરીકે તેનું પૂજન કરે તે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પૂજન કર્યા સમાન ગણાય છે.
હાટકેશ્વર મહાદેવની સ્થાપના ચૈત્ર સુદ ૧૪ના દિવસે થઈ હતી. આથી નાગરો તે દિવસે હાટકેશ્વરના પાટોત્સવ તરીકે ઉજવે છે. જૂનાગઢમાં અંદાજિત ૩૦૦ વર્ષ જુના હાટકેશ્વર મહાદેવ મંદિરના પાના બારણા અનંતજી અમરચંદના પત્ની હરકુવર બહેને ચૈત્ર સુદ સાડી અગિયારસના બનાવી આપ્યા હતા. આ મંદિરની નીચે જુનું પુરાણું મૂળ શિવલિંગના પણ દર્શન થાય છે. હાટકેશ્વર મહાદેવ મંદિરની બાંધણી ૧૯મી સદીમાં બનેલા મંદિરો જેવી જ છે અને મંદિરના પ્રદિક્ષણા પથમાં ગણેશ, મહિસાસુર મર્દિની, રાહત્પ અને પનોતીની મૂર્તિઓ લગાડેલ જોવા મળે છે. મંદિરના મુખ્ય ઘુમ્મટમાં ચારે બાજુ સુકનાશક સિંહો લગાડેલા છે. હાટકેશ્વર મંદિરની ડાબી બાજુમાં નાનું ઓમકારેશ્વરનું મંદિર છે જેનું શિવલિંગ ઘેલા સોમનાથના શિવલિંગ જેવડું મોટું દેખાય છે મંદિરના મૂળ દ્રાર પાસે મોટો ઘેઘોર વડલો શીતળ છાયા આપી રહ્યો છે.
મંદિરમાં જાનકીદાસ બાપુની સમાધિ પણ આવેલી છે તે પણ ભાવિકોમાં આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. ચૈત્ર સુદ ૧૪ના દિવસે હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ નિમિત્તે હાટકેશ્વર મહાદેવ ચાંદીની પાલખીમાં નગરચર્યાએ નીકળે છે. કંબોડિયું, સાફો જભા, પહેરી શહેરના માર્ગેા પર જય હાટકેશના નાદ સાથે વિવિધ વિસ્તારોમાં શોભા યાત્રા ફરે છે અને ફરીથી મંદિર ખાતે પહોંચે છે. પાટોત્સવના પૂર્વ દિવસે ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. આ ઉપરાંત મંદિરે પાટોત્સવ નિમિત્તે લઘુદ્ર, તથા મહાશિવરાત્રી સહિતના દિવસોમાં મહાદેવને અભિષેક ,મકરસંક્રાંતિ પર્વમાં સુંદરકાંડના પાઠ સહિતના પણ અનેકવિધ કાર્યેા થાય છે. હાટકેશ્વર મહાદેવ મંદિરના સમયથી જ વિશાળ વડલો પણ હજુ અડીખમ ઉભેલો દ્રશ્યમાન થાય છે. આ વડલાની વડવાઈ પણ કિલોમીટર સુધી પથરાયેલી છે. જેથી નરસૈયાના સમયના મંદિરના ઇતિહાસ અને વર્ષેા જુનો વડલો એ જ પ્રાચીન મંદિરનો પુરાવો બની રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech