રાજકોટમા કારખાનેદારને ફોન કરી ઇડી અધિકારી તરીકે ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી .૫.૩૫ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતાં. જે ગુનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં ફ્રોડની આ રકમ આંગડિયા મારફત મુખ્ય સૂત્રધારને પહોંચાડી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં સત્યસાંઈ રોડ પર પ્રધુમન પાર્ક શેરી નંબર ૪ માં રહેતા અને કાસ્ટિંગનું કારખાનું ધરાવનાર વેપારી પ્રવીણ ધીરજભાઈ ઉંધાડ(ઉ.વ ૪૭) દ્રારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૯૧૨૦૨૫ ના તે પોતાના કારખાના પર હતા. ત્યારે તેમના મોબાઈલ પર વોટસએપ કોલ આવ્યો હતો. જેમાં સામેના માણસે પોતાની ઓળખ એરેસ્ટિંગ ઓફિસર નીરજ કુમાર આસિસ્ટન્ટ ડાયરેકટર ડિરેકટટોરેટ ઓફ ઇન્ફોર્સમેન્ટ મુંબઈની આપી હતી અને જણાવ્યું હતું કે, તમારા નામે ઇસ્યુ થયેલ સીમકાર્ડ વાપરનાર વ્યકિતએ તમારા નામે કેનેરા બેન્કમાં ખાતું ખોલાવી ગેરકાયદે નાણાકીય વહીવટ કર્યેા છે. જેને અમે પકડો છે અને હાલમાં અમારી કસ્ટડીમાં છે.વેપારીને ડરાવી વેપારીના વોટસએપમાં તેના નામ અને ફોટો સાથેનું ડિજિટલ એરેસ્ટ વોરટં મોકલી તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા છે તેમ કહી તેમને ડરાવી તેમની પાસેથી .૫.૩૫ લાખ પડાવી લીધા હતાં.
આ બનાવને લઇ ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી.બી.બસીયા, સાયબર ક્રાઇમના ઇન્ચાર્જ એસીપી સી.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર.જી.પઢીયાર તથા તેમની ટીમે તપાસ હાથ ધરી અલગ અલગ જિલ્લામાંથી આ ગુનામાં પાંચ આરોપીઓને ઝડપી લીધા હતાં.જેમાં અજય રમેશભાઇ કોસ્ટી(ઉ.વ ૨૯ રહે. હાટકેશ્ર્વર,અમદાવાદ) પ્રકાશ અર્જુનભાઇ કોસ્ટી(ઉ.વ ૩૦ રહે.હાટકેશ્ર્વર અમદાવાદ), વિષ્ણુ બનવારીલાલ નાઇ(ઉ.વ ૩૧ રહે. ઓમ શાંતી ગોલ્ડ એપાર્ટમેન્ટ, વટવા,અમદાવાદ) અંકિત મણાભાઇ ચમાર(ઉ.વ ૩૦ રહે. આણંદનગર ચાંદલોડીયા,અમદાવાદ) અને કુલદીપ અજમેરસીંગ હલ(ઉ.વ ૨૬ રહે. થલતેજ,અમદાવાદ,મૂળ પાનીપત, હરિયાણા) નો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અજય અને વિષ્ણુના એકાઉન્ટમાં ફ્રોડમાં રકમ જમા થઇ હતી.જયારે બાકીના આરોપીઓ આ રકમ આંગડીયાથી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડી હતી.ત્યારે મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે
ગુનામાં કયા આરોપીની શું ભૂમિકા?
ડિજિટલ એરેસ્ટના ગુનામાં પકડાયેલા આ પાંચ આરોપીઓ પૈકી આરોપી પ્રકાશ અજયનો પરિચિત હોય તેણે અજયને કમિશનની લાલચ આપી તેનું એકાઉન્ટ ભાડે આપવા માટે કહ્યું હતું અને તેનો પરિચય વિષ્ણુ તથા કુલદીપ સાથે કરાવ્યો હતો. બાદમાં ફ્રોડની આ રકમ અજયના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. આ રકમમાંથી એક લાખ ચેકથી અંકિતે ઉપાડા હતા. તેમજ અન્ય આરોપીઓ બાકીની આ રકમ ઉપાડી મુખ્ય સૂત્રધારને આંગડિયુ કયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech