સમુદ્રના પેટાળમાં વધી રહ્યું છે ચાંદીનું પ્રમાણ

  • September 05, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આબોહવા પરિવર્તનની અસર માત્ર પર્યાવરણ પર જ નહીં પરંતુ ખનિજો અને કિંમતી ધાતુઓ પર પડી રહી છે. ચીનના વૈજ્ઞાનિકોના નવા સંશોધન મુજબ, ગ્લોબલ વોમિગના કારણે દક્ષિણ ચીન સમુદ્રની નીચે મોટી માત્રામાં ચાંદી એકઠી થઈ રહી છે. શકયતા છે કે, વિશ્વભરના મહાસાગરોમાં આ થઈ રહ્યું હોય.
લાઈવ સાયન્સના અહેવાલ મુજબ, ચીનની હેફેઈ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વિયેતનામના દરિયાકાંઠે દરિયાઈ કાંપમાં ચાંદીની માત્રા ૧૮૫૦ બાદ ઝડપથી વધી રહી છે. ત્યારથી વિશ્વમાં ઔધોગિક ક્રાંતિ શ થઈ ગઈ હતી અને મોટા પ્રમાણમાં ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણમાં છોડવા લાગ્યા હતા. આ પહેલું સંશોધન છે જેમાં વૈજ્ઞાનિકોએ ગ્લોબલ વોમિગ અને સમુદ્રમાં ચાંદીની માત્રા વચ્ચે જોડાણ સ્થાપિત કયુ છે.
સંશોધનના મુખ્ય લેખક લિકિઆગં ઝુનું કહેવું છે કે, ગ્લોબલ વોમિગની અસર 'ટ્રેસ' તત્વો પર પણ પડી શકે છે. કોબાલ્ટ, ઝીંક, આયર્ન વગેરેને ટ્રેસ તત્વો કહેવામાં આવે છે. તે પર્યાવરણમાં ઓછી માત્રામાં જોવા મળે છે, પરંતુ જીવન માટે જરી સૂમ પોષકતત્વો તરીકે સેવા આપી શકે છે. અન્ય તત્વોની જેમ, ચાંદી પણ જમીન પર ઉત્પન્ન થાય છે. વરસાદનું પાણી તેને દરિયામાં વહન કરે છે. સંશોધકોના મતે, ચાંદી દરિયાઈ જીવો માટે જોખમી છે. દરિયાઈ જીવસૃષ્ટ્રિ પર તેની શું અસર પડે છે તેના પર વધુ સંશોધનની જર છે. દરિયાઈ જીવો ચાંદીને શોષી લે છે અને યારે તેઓ મૃત્યુ પામે છે, ત્યારે ધાતુ સમુદ્રતળ પર એકઠી થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News