જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન પ્રમુખ હોદ્દેદારો પાસેથી હાઈકોર્ટમાં પ્રદુષણ મામલે પીઆઈએલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરી ૧૧ લાખ રૂપિયા પડાવ્યા બાદ વધુ નાણાં માંગી ધમકી આપતા વકીલ રજનીકાંત ચૌહાણ તથા જેતપુરના બાવા પીપળીયા ગામના અસિલ બનેલા ગોવિંદ કાનજી ધડુક સામે જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા બન્નેની ધરપકડની પોલીસે તજવીજ હાથ ધરી છે.
બનાવ સંદર્ભે એસોસીએશનના સેક્રેટરી ચેતનભાઈ જગદીશભાઈ જોગીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તે એસોસીએશનના ઓફિસ સેક્રેટરી તરીકે કામ સંભાળે છે. એસો. સાડીના કારખાનાઓના પ્રશ્નો તથા દુષિત પાણીને ફિલ્ટર પ્લાન્ટ સુધી લાવી ટ્રીટમેન્ટ કરી શુધ્ધીકરણનું કામ કરે છે. એસો.માં પ્લાન્ટ એન્જીનીયર તરીકે પ્રવિણભાઈ ગોંડલીયા ફરજ બજાવે છે. ઈજનેર ગોંડલીયાને ગત તા.૫ના રોજ મોબાઈલ ફોન આવ્યો હતો. જેમાં પોતે અમદાવાદ હાઈકોર્ટના વકીલ રજનીકાંત ચૌૈહાણ બોલે છે તેમ કહી ઓળખાણ આપી હતી.
વકીલ ચૌહાણે કહ્યું હતું કે, તમારા એસોસીએશન વિરૂધ્ધ પ્રદુષણ બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાવવા એક વ્યકિત આવેલ છે. જો સેટલમેન્ટ સમાધાન કરવું હોય તો કરાવી આપંુ. ઈજનેર ગોંડલીયાએ કહ્યું કે, પ્રમુખ સાથે વાત કરાવું. તા.૧૦ના રોજ એસોસીએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલીયા તથા ઉપપ્રમુખ સંજયભાઈ વેકરીયાને વાત કરી હતી. પ્રમુખ જયંતીભાઈએ વકીલ રજનીકાંતને ફોન કરતા તેરે રૂબરૂ આવો અમદાવાદ અથવા રાજકોટ સેટીંગ કરાવી આપું તેમ
કહ્યું હતું.
વાત થયા બાદ ગત તા.૧૨ના રોજ બધા રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે પરસોતમભાઈ વઘાસીયાના ગાયત્રી સ્ક્રીન નામના કારખાને તેમની ઓફિસે મળ્યા હતા. જયાં વકીલે પ્રથમ ૨૫ લાખ માંગ્યા હતા અંતે ૧૦ લાખમાં સેટીંગ થયું હતું. એસો.ના હોદેદારોએ અસીલને મળવાનો આગ્રહ રાખતા કારમાં બેઠેલો ગોવિંદ ધડુક સામે આવ્યો હતો. વકીલની હાજરીમાં ફરી તા.૧૫ના રોજ એકઠા થયા હતા અને ૧૦ લાખ આપ્યા હતા. જેની સામે અસીલ દ્રારા હવે પીઆઈએલ નહીં કરે તેવું નોટરાઈઝ લખાણ કરી આપ્યું હતું.
પાંચ દિવસ બાદ તા.૨૧ના રોજ વકીલ રજનીકાંત જેતપુર ડાઈંગ એસો.ની ઓફીસે આવ્યો ત્યાં તેણે ગોવિંદ બધા રૂપિયા લઈ ગયો મારો ફોન ઉપાડતો નથી મને નાણા આપો નહીં તો હત્પં પીઆઈએલ કરીશ તેમ કહી દબાવીને બીજા એક લાખ રૂપિયા વકીલ રજનીકાંતે એસો. પાસેથી પડાવ્યા હતા.
બન્ને વચ્ચે ૧૧ લાખ રૂપિયા આપ્યા બાદ પણ વધુ રૂપિયાની માગણી કરી વોટસએપ કોલ કર્યા રાખતા હતા અને પ્રમુખ તથા સેક્રેટરી બન્નેને મેસેજ કરી વકીલ હેરાન કરતો હતો. અંતે બન્ને વિરૂધ્ધ સેક્રેટરી ચેતનભાઈ જોગીએ ગઈકાલે જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
તમે મને એસોસિએશનમાં નોકરીમાં રાખ્યો નહીં એટલે આ બધુ કર્યું
જેતપુર ડાઈંગ એસોસીએશન પાસેથી ૧૧ લાખ રૂપિયા પડાવવાના આરોપમાં આરોપી અસીલ ગોવિંદ ધડુકે એસો.ના પ્રમુખ તથા હોદેદારોને બ્લેકમેઈલ કરવા પાછળનું કારણ પુછતા બિંદાસ્ત કહ્યું કે, તમે મને એસો.માં નોકરીએ રાખ્યો નહીં બીજાને રાખ્યો તેથી મેં તમારા વિરૂધ્ધ આ બધું કયુ હવે પૈસા આપો છો એટલે જવા દઉં છું નહીંતર તમને દેખાડત કે આમાં શું શું થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech