કોડીનારના ખનીજચોરો પર તંત્રની જડબેસલાક કાર્યવાહી

  • March 13, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરસોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુકત ટીમ દ્રારા કોડિનારના ખનીજચોરો પર જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી છે.
કોડિનાર તાલુકાના ઘાટવડ ખાતેના ખાનગી માલીકીના સર્વે નં–૩૨૩ પૈકી ૧ વાળી જમીન નામે મસરીભાઇ ભાયાભાઇ બાંભણીયા દ્રારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવેલું હોવાથી તે વિસ્તારની માપણી હાથ ધરતા કુલ–૩,૦૭,૫૩૩ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનુ માલૂમ પડું હતું. જેની ખનીજ કિંમત રૂા. ૧૫.૪૯ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે  નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ જ રીતે, ખાનગી માલીકીના સર્વે નં–૩૩૪ પૈકી ૧ વાળી જમીન નામે સુલેમાન વલી ચૈહાણ તથા અન્ય  દ્રારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ–૫,૪૦,૫૬૨ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનુ માલુમ પડું હતું. જેની ખનીજ કિંમત રૂા. ૨૭.૨૪ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે  નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, ખાનગી માલીકીના સર્વે નં–૩૦૩ વાળી જમીન નામે ભાણાભાઇ ભીખાભાઇ સિંગડ તથા અન્ય દ્રારા કોઇ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ–૩,૧૨,૯૨૪ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું માલુમ પડું હતું. જેની ખનીજ કિંમત રૂા.૧૫.૭૭ કરોડ જેની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમજ, ખાનગી માલીકીના સર્વે નં–૩૦૧ પૈકી ૪ વાળી જમીન નામે નથુભાઇ રામભાઇ પરમાર તથા અન્ય દ્રારા કોઇપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ–૩,૩૨,૧૦૭ મે.ટન ખનીજ ચોરી કરી હોવાનું માલુમ પડું હતું. જેની ખનીજ કિંમત રૂા.૧૬.૭૩ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, સમગ્રતયા ૧૪,૯૩,૧૨૬ મેટિ્રક ટન લાઈમસ્ટોનની ખનીજ ચોરી માટે કુલ રૂા. ૭૫.૨૩ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે તત્રં દ્રારા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application