જેતપુર પાલિકાનો અંધેર વહીવટ નવેનવો ડામર રોડ સિમેન્ડ રોડ બનાવવા તોડી નાખ્યો

  • September 13, 2024 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુર નગરપાલિકા દ્રારા શહેરના સરદાર ચોકથી નકલકં આશ્રમ રોડના જોઇન્ટ સુધીનો ટીપટોપ કંડીશનનો સિમેન્ટ રોડ નવો બનાવવા માટે તોડતા, શહેરના અનેક વિસ્તારોના રોડથી વંચિત લોકો આ જોય નગરપાલિકા સામે વ્હાલાદવલા નીતિ તેમજ સરકારી ગ્રાન્ટના દુપયોગ બાબતે રોષે ભરાયા હતાં.
 રાજય સરકારે આપેલ ગ્રાન્ટ ગ્રાન્ટનો દુપયોગ કેવી રીતે કરવો તે કોઈ નગરપાલિકાએ શીખવું હોય તો જેતપુર નગરપાલિકા પાસેથી શીખવું જોઈએ એવી કામગીરી નગરપાલિકા કરી રહી છે. શહેરના સરદાર ચોકથી નકલકં આશ્રમ સિમેન્ટ રોડના જોઇન્ટ સુધી ૫૭ લાખ પિયાના ખર્ચે નવો સિમેન્ટ રોડ નગરપાલિકા દ્રારા બનાવવામાં આવી રહ્યો છે. આ માટે હાલનો હયાત સિમેન્ટ રોડ કોન્ટ્રાકટર દ્રારા જેસીબી વડે તોડવામાં આવી રહ્યો છે. તોડવામાં આવી રહેલ આ સિમેન્ટ રોડની કંડીશન જુઓ તો ટીપટોપ છે અને હજુ પાંચેક વર્ષ સુધી તો આ રોડને કઈં થાય એવું નથી તેવું આ રોડના પૂર્વ કોન્ટ્રાકટર જણાવી રહ્યા છે. આ ટીપટોપ કંડીશનનો સિમેન્ટ રોડ તૂટતો જોય ત્યાંથી પસાર થતા લોકો પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવેલ કે, શહેરના જલારામ નગર ૧–૨–૩, ચામુંડા નગર, શિવકૃપા નગર, દાતાર નગર, ગણેશ નગર, ચામુંડા નગર, યોગી નગર પાછળની સોસાયટી વગેરે અસંખ્ય વિસ્તારો છે કે યાં હજુ સુધી કયારેય રોડ બન્યા જ નથી. નગરપાલિકાના તમામ પ્રકારના ટેક્ષ પણ ભરીએ છીએ. છતાં નગરપાલિકા દ્રારા વ્હાલાદવાલાની નીતિ રાખતા હોવાના આક્ષેપો પણ કર્યા હતાં. અને નગરપાલિકાની સરકારી ગ્રાન્ટ વેડફવાની ગેરવલે વાપરવાની નીતિ સામે પણ રોષ વ્યકત કર્યેા હતો. અને થોડા મહિના પૂર્વે આવી જ રીતે ટીપટોપ કંડીશનનો દેસાઈવાડીનો બ્લોક રોડ ખોદિ ત્યાં સિમેન્ટ રોડ બનાવવામાં આવેલ. આવી જ નીતિ નગરપાલિકાની રહી તો રોડથી વંચિત વિસ્તારો તેમજ પછાત વિસ્તારોને પાકા રોડ કયારેય મળશે જ નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application