અનુષ્કાની બહેને ઓટીટી પર મચાવી ધૂમ,રૂહાની શર્માએ આપ્યા બેબાક ઈન્ટિમેટ સીન
જ્યારે રૂહાની શર્માની પ્રથમ હિન્દી ફિલ્મ ‘આગ્રા’ના ઇન્ટિમેટ સીન લીક થયા હતા, ત્યારે નેટીઝન્સે હોબાળો મચાવ્યો હતો. લોકોએ તેને રણબીર કપૂરની ‘એનિમલ’ કરતાં 100 ગણી વધુ વિવાદાસ્પદ ગણાવી હતી, પરંતુ રૂહાની શર્માને લાગ્યું કે આટલું જોખમ આર્ટ ફિલ્મ માટે લઈ શકાય છે. પરિણામે, અનુષ્કા શર્માની બહેનની પ્રથમ હિન્દી ફિલ્મ ઓટીટી પર ધૂમ મચાવી રહી છે. તેના અત્યંત બોલ્ડ કન્ટેન્ટને કારણે, ફિલ્મ ‘આગ્રા’ ક્યારેય થિયેટરોમાં રિલીઝ થઈ શકી નથી, પરંતુ તમે તેને ઓટીટી પર જોઈ શકો છો જે તમને જીવનના સામાન્ય, પરંતુ બીજા પાસાઓ જોવાની તક આપશે.
કેટલીક એક્ટ્રેસની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિયતા મેળવવામાં ઘણો સમય લાગે છે, જ્યારે કેટલીક એક્ટ્રેસ એક-બે ફિલ્મો પછી જ ફેમસ થઈ જાય છે. આવી જ એક એક્ટ્રેસ છે રુહાની શર્મા, જેની પ્રથમ હિન્દી ફિલ્મ ‘આગ્રા’એ તેના કન્ટેન્ટથી દર્શકોના મન જીતી લીધા છે. જ્યારે ફિલ્મના ઈન્ટીમેટ સીન્સ લીક થયા ત્યારે લોકોએ રૂહાની શર્માને જજ કરી હતી. જ્યારે તે ખૂબ થઈ ગયું, ત્યારે એક્ટ્રેસે ટીકાકારોને જવાબ આપ્યો. કેટલાક લોકો તેને ‘એનિમલ’ કરતા 100 ગણો વધુ વિવાદાસ્પદ માની રહ્યા છે. આ ફિલ્મ હવે ઓટીટી પર લોકપ્રિય છે, જેનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે.
રૂહાની શર્માની પ્રથમ હિન્દી ફિલ્મ માટે માત્ર યુવાનોમાં જ નહીં પરંતુ પરિવારના દર્શકોમાં પણ ભારે ક્રેઝ છે. એક્ટ્રેસના એક ઈન્ટિમેટ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વીડિયો ક્લિપ ફિલ્મ ‘આગ્રા’ની છે. ફિલ્મમાં રોમેન્ટિક સીન્સ વખતે રુહાની દમદાર એક્ટિંગમાં જોવા મળી હતી.
જ્યારે નેટીઝન્સે આવા સીન કરવા બદલ રૂહાની શર્માની ટીકા કરી, ત્યારે તેણે એક પોસ્ટ શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, ‘મહિનાની મહેનત, સમર્પણ અને જુસ્સાનું આ રીતે અપમાન કરવામાં આવી રહ્યું છે. આર્ટ ફિલ્મ બનાવવી એ એક મુશ્કેલ સફર છે, જેમાં અસંખ્ય પડકારોનો સામનો કરવો પડે છે. તેણે ‘આગ્રા’ ફિલ્મને ‘લેબર ઓફ લવ’ ગણાવી, જેની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે.
ફિલ્મ ‘આગ્રા’ને ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, તેથી તેને ઓટીટી પ્લેટફોર્મ પર ફ્રેન્ચ ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ફિલ્મ ‘આગ્રા’એ વર્ષ 2023માં મેલબોર્નના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ઈન્ડી ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. ફિલ્મ ‘આગ્રા’ ગુરુ નામના કોલ સેન્ટરના કર્મચારીની કહાની છે, જે પોતાના પરિવાર સાથે એક નાનકડા ઘરમાં રહે છે. ઘરમાં તેમના અંગત જીવન માટે કોઈ જગ્યા નથી. તે ડેટિંગ એપ્સનો વ્યસની બની જાય છે. હિંસક કલ્પનાઓનું કામ કરે છે. આ રીતે ફિલ્મ ભારતીય પુરુષની જાતીય ઈચ્છાને હાઇલાઇટ કરે છે.
આગ્રાનું ડાયરેક્શન બોલિવૂડ ડિરેક્ટર કનુ બહલ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં રુહાની શર્મા અને મોહિત અગ્રવાલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આંચલ ગોસ્વામી અને પ્રિયંકા બોસની પણ મહત્વની ભૂમિકા છે. ‘આગ્રા’ રૂહાનીની પહેલી હિન્દી ફિલ્મ છે.
રૂહાની શર્મા અગાઉ વેબ સિરીઝ ‘પોઈઝન’ અને ફિલ્મ બ્લેક આઉટમાં જોવા મળી હતી. એક્ટ્રેસે મોટાભાગે તેલુગુ સિનેમામાં કામ કર્યું છે. રૂહાની શર્માએ તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘ચી લા સો’થી એન્ટ્રી કરી હતી. અભિનેત્રીએ તેની પ્રથમ ફિલ્મથી જ એક ઉત્તમ કલાકાર તરીકે પોતાની ઓળખ બનાવી છે.
એક્ટ્રેસે ફરીથી વિશ્વક સેન સાથે ફિલ્મ ‘હિટ’માં કામ કર્યું. આ ફિલ્મ પણ સુપરહિટ રહી, જોકે બે બ્લોકબસ્ટર ફિલ્મો પછી ‘ડર્ટી હેરી’ અને ‘નુતોક્કાજીલાલા અંદાગાડુ’ ફ્લોપ રહી હતી.રુહાની શર્મા આ વર્ષે મોટા સ્ટાર્સ સાથે ‘સૈંધાવ’માં જોવા મળી હતી, પરંતુ ફિલ્મ ડિઝાસ્ટર રહી, જેના કારણે એક્ટ્રેસને વધારે ફાયદો ન થયો. તે ટૂંક સમયમાં ‘માસ્ક’ નામની તમિલ ફિલ્મમાં જોવા મળશે. રૂહાની શર્મા બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ અનુષ્કા શર્માની કઝીન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામા વિપક્ષનો હંગામો
May 19, 2025 02:34 PMજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech