ખંભાળિયાના વિદેશી દારૂ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો

  • July 22, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા પંથકમાં તાજેતરમાં એક સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણમાં જે-તે સમયે ભાણવડ તાલુકાના ધામણીનેસ વિસ્તારમાં રહેતા કાના જેસા કોડીયાતર નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. જે અંતર્ગત જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પેટ્રોલિંગ વખતે પોલીસ કોન્સ્ટેબલ સામતભાઈ ગઢવી તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાના કોડીયાતર (ઉ.વ. 25) ને ઝડપી લઈ, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application