અન્ય ત્રણ આરોપીનાં નામો ખુલ્યા
જામનગર જિલ્લાના કાલાવડ પંથક મા થોડા દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા સાપડી છે. અને મૂળ દાહોદ પંથકના એક શખ્સ ને ઝડપી પાડ્યો છે .આ આરોપી તેના અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને કુલ ૧૫ ચોરી કરી હોવાની કબુલાત આપી છે.
જામનગર ની એલ.સી.બી.ના પોલીસ ઇન્સ વી.એમ. લગારીયા તથા પો.સ.ઇ .પી.એન.મોરી તથા પો.સ.ઈ .એ.કે.પટેલ નાઓ તથા એલ.સી.બી.સ્ટાફ ના માણસો સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, જામનગર જીલ્લાના વણશોધાયેલ ચોરીના ગૂનોઓ શોધી કાઢવા કાર્યરત હતા
આ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ ને બાતમીદારો થી હકિકત મળેલ કે, અનીલભાઈ મેધજીભાઇ બામણીયા (ઉ .વ.૨૪ ધંધો-ખેતમજુરી રહે ગાગરડી, તા.ગરબાડા જી.દાહોદ હાલ-રીનારી તા કાલાવડ ) વાળો કાલાવડમાં અલગ અલગ સ્થળે ચોરીમાં સંડોવાયેલ છે.જે. બાતમી આધારે આરોપી ને કાલાવડ ધોરાજી રોડ મુકતેશ્વર મહાદેવ મંદિર પાસે થી પોલીસે ઝડપી લીધો હતો.અને તેની પાસે થી રૂ.૬૭૭૫ ની રોકડ રકમ, એક,મોટર સાયકલ, મો.ફોન, ચાર નંગ વિદેશી ચલણ ની નોટ ઉપરાંત કોષ , ગણેશિયો, પકડ, છરી, ડીસમીસ ,તાળા ખીલવા માટે ની ચાવીઓ વિગેરે કબ્જે કર્યા હતા.
આરોપી અનિલ બામણીયા ની પૂછપરછ માં તેણે પોતાના અન્ય ત્રણ સાગ્રીતો વિક્રમ ભાભોર , શૈલેષભાઈ ભાભોર અને કલ્પેશ આદિવાસી સાથે મળી ને કુલ ૧૫ ચોરી ને અંજામ આપ્યો હોવા ની કબુલાત આપી હતી.
મજકુર આરોપીઓ કાલાવડ તાલુકામાં ખેત મજુરી કામ કરતા હોય,જેથી રાત્રી દરમ્યાન કાલાવડ તાલુકાના અલગ અલગ ગામના બંધ મકાન, કારખાના, દુકાનના શટર ઉંચકી, લોખંડ ની કોસ, ગણેશીયો,ડીસમીસ પકડ વડે તોડી તેમજ ડુપ્લીકેટ ચાવી ઓ સાથે રાખી ચોરી ઓ ને અંજામ આપતા હતાં
આરોપી દ્વારા કબૂલ કરેલ ચોરી મા ત્રણેક મહિના પહેલા અનીલ બામણીયા એ કાલાવડ તાલુકા ના રીનારી ગામમાં કેબીનના તાળા તોડી દુકાનમા થી રોકડ રૂપીયા પાન સમાલા, વિગેરે ની ચોરી કરેલ હતી.
બે મહિના પહેલા અનીલ બામણીયા તથા વિક્રમ ભાભોર બંનેએ રાત્રીના સમયે રીનારીગામ ના પાટીયા પાસે આવેલ કેબીન તોડી તેમાંથી રોકડ રૂપીયા તથા વિમલ મસાલા, વિગેરેની ચોરી કરેલ હતી.
બે મહિના પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ ભાભોર એ રાત્રીના સમયે ટોડા ગામે દુકાનના તાળા લોખંડ ની કોસ તથા ડીસમીસ વડે તોડી રોકડ રૂપીયા તથા પાન મસાલા ની ચોરી કરેલ હતી.
દોઢેક મહિના પહેલા અનીલ બામણીયા તથા વિક્રમ ભાભોર એ રાત્રીના સમયે સણોસરી ગામ ના પાટીયા પાસે પાનની કેબીનના તાળા તોડી રોકડ, અન્ય કરીયાણા ની માલ સમાન ની ચોરી કરેલ હતી.
એકાદ મહિના પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ તથા વિક્રમભાઈ એ રીતેના ત્રણેયએ રાત્રીના સણોસરીગામે એક બંધ દુકાનના તાળા તોડી રોકડ રૂપીયા ની ચોરી કરેલ હતી.
એકાદ મહિના પહેલા અનીલભાઇ તથા કલ્પેશ તથા તેનો શૈલેષ એ રીતેના ત્રણેયએ કાલાવડ થી ધોરાજી રોડ ઉપર પેટ્રોલપંપ થી આગળ દુકાન ના તાળા તોડી રોકડ અન્ય માલની ચોરી કરેલ હતી.
અઠવાડીયા પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ તથા વિક્રમભાઇ એ રીતેના ત્રણેય એ રીનારીગામમા એક બંધ મકાનનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરી ચાંદી ના દાગીનાની ચોરી કરેલ હતી.
અઠવાડીયા પહેલા અનીલ તથા શૈલેષ તથા વિક્રમ એ રાત્રી ના ત્રણેયએ રીનારીગામ ની સીમમા ગોડાઉનના તથા ઓરડી નુ તાળુ તોડી ચોરી ની કોશિષ કરેલ હતી.
અઠવાડીયા પહેલા અનીલ બામણીયા તથા શૈલેષ તથા વિક્રમ રાત્રીના ત્રણેય જણા મુળીલાગામની સીમમા ઓરડીના તાળા તોડી ચોરીની કોશિષ કરેલ હતી.
સાતેક દિવસ પહેલા અનીલ બામણીયા એ રીનારી ગામે પાટીયા પાસે બંધ કેબીન ના તાળા તોડી રોકડ તથા વિમલ બિસ્કીટ ની ચોરી કરેલ હતી.
પાંચેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષ બંને એ કાલાવડ- રણુજા રોડ ઉપર સીમેન્ટ ના કારખાના, મેડીકલ તથા દુકાન ના તાળા તોડી રોકડ રૂપીયા ની ચોરી કરેલ તેમજ ચોરીની કોશિષ કરેલ હતી.
ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષ ભાભોર એ કાલાવડ ટાઉનમા આઇ.ટી.આઇ પાસે આવેલ કેબીનના તાળા તોડી ચોરી ની કોશિષ કરેલ .
ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા એ રેકડીના તાળા તોડી ચોરીની કોશિષ કરેલ હતી.
ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષ ભાભોર બંને જણાએ કાલાવડ થી જામનગર રોડ ઉપર આવેલ ચાની હોટલના તાળા તોડી રોકડ તથા સોપારી, વિગેરે ની ચોરી કરેલ હતી.
ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષ ભાભોર એ જણાએ કાલાવડ આઇટીઆઇ ની સામે જીઆઇડીસી મા બંધ કારખાના ના તાળા તોડી ચોરીની કોશિષ કરી હતી.
આમ એક સાથે ૧૫ ચોરી નાં બનાવ નો ભેદ ઉકેલવામાં જામનગર ની એલસીબી પોલીસ ને સફળતા સાપડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech