જામનગર બેડી મરીન પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારુના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડયો હતો.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે સુચના આપવામાં આવેલ હોય જેથી જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે એલસીબી પીઆઇ જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસોો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરુરી વર્કઆઉટ કરી રહયા હતા.
દરમ્યાન સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને બાતમી મળેલ કે, બેડી મરીન પોલીસ સ્ટેશનના પ્રોહી. ઇંગ્લીશ દારુના ગુનામા નાસતો ફરતો આરોપી પ્રફુલ ઉર્ફે પાગો ખજુરીયા ભદ્રા રહે. જામનગર દિ.પ્લોટ ૫૪, વિશ્રામવાડી પાછળ જામનગરવાળાને ટાઉનહોલ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે બેડી મરીન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
***
દરેડમાં વિદેશી દારુની બોટલ સાથે એક શખ્સ ગીરફતાર
જામનગરના દરેડ શિવમપાર્ક વિસ્તારમાથી એક શખ્સને વિદેશી દારુની બોટલ સાથે પોલીસે પકડી લીધો હતો.
જામનગરના ન્યુ હર્ષદ મીલની ચાલી રુમ નં. ૧૦૯ ખાતે રહેતો ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ (ઉ.વ.૪૨) નામના શખ્સને ઇંગ્લીશ દારુની એક બોટલ લઇને દરેડ શિવમ પાર્ક રોડ પરથી નીકળતા પંચ-બી પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી દારુની બોટલ કયાથી મેળવી એ સહિતની તપાસ હાથ ધરી હતી.
***
ભાણવડમાં વિદેશી દારુ સાથે એક શખ્સની અટક: સપ્લાયરની શોધખોળ : ૯ બોટલ અને મોબાઇલ જપ્ત
ભાણવડના સતવારાના ચોરા પાસે રહેતા મિહિર દિનેશભાઈ ડાભી નામના ૨૧ વર્ષના શખ્સને પોલીસે રૂપિયા ૩,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની નવ બોટલ તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે મોરઝર ગામના વિજય ઉકાભાઈ બગડાનું નામ ખુલતા પોલીસે હાલ વિજય બગડાને ફરાર ગણી, મિહિર ડાભીની પ્રોહી. એક્ટ હેઠળ અટકાયત કરી હતી.
***
ખંભાળિયામાં પીધેલો બાઈક ચાલક ઝપટે ચડયો
ખંભાળિયાના સલાયા ચાર રસ્તા પાસેથી પોલીસે મોડી રાત્રિના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. ૧૫,૦૦૦ ની કિંમતના મોટરસાયકલ પર નીકળેલા અત્રે હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા ડોસલ આસા મથુરા (ઉ.વ. ૩૯) ને ઝડપી લઈ, તેની સામે ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech