પોરબંદરમાં મની લેન્ડર એકટ સહિતના ગંભીર ગુન્હામાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા સને -૨૦૨૩મા, ભારતીય ફોજદારી ધારાની કલમ તથા ગુજરાત મની લેન્ડર એકટની કલમ મુજબ સજાને પાત્ર ગુન્હાની ફરીયાદ આરોપી કનુ પરસોતમ લોઢારી સામે નોંધી ફરીયાદમાં જણાવેલ હકીકત જેવી કે ફરીયાદીએ આરોપી પાસેથી પાંચેક વર્ષ પહેલા ા.૫૫,૦૦૦ ઉછીના લીધેલા અને આરોપી વ્યાજ વટાવ કરવા કોઇ સરકાર માન્ય પરવાનો ધરાવતા ન હોય તેમ છતાં ઉચુ વ્યાજ વસુલ કરી વ્યાજપેટે ફરીયાદી પાસેથી ા. ૩,૫૦,૦૦૦ વસુલ કરી વારંવાર સતામણી કરી બે કોરા ચેકો ફરીયાદી પાસેથી લઇ તથા ફરીયાદીનો મોબાઇલ નંબર બળજબરીથી કઢાવી લઇ ગુન્હો કર્યાની હકીકત જણાવતા આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેને જામીન ઉપર મુકત કરવામાં આવેલો.
ત્યારબાદ પોલીસે આરોપી વિધ્ધ ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને સમન્સ કરી હાજર થવાનો હુકમ કરતા આરોપી કોર્ટમાં તેઓના વકીલ સાથે હાજર થયેલા અને ગુન્હો કર્યાનો ઇન્કાર કરતા કેસની ટ્રાયલ ચલાવવામાં આવેલી, જેમા આરોપી તરફે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ વતી વકીલો રોકાયેલા અને ફરીયાદપક્ષે સરકારી વકીલો રોકાયેલા હતા. ફરીયાદપક્ષે એકથી વધારે સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ આરોપીની વિધ્ધ રજુ કરવામાં આવેલા અને આરોપીપક્ષના વકીલે સાક્ષીઓ તથા રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓનું કાયદા મુજબ ખંડન કરવામાં આવેેલુ અને બન્ને પક્ષે વકીલો દ્વારા પોતપોતાનો કેસ માનવા માટે દલીલો પણ કરવામાં આવેલી.
આમ,આરોપીપક્ષે દલીલો કરી જણાવવામાં આવેલ કે અમારા અસીલ નિર્દોષ છે, કોઇ જ ગુન્હો કરેલ નથી, ફરીયાદીએ પોતાની ફરીયાદને સમર્થન આપેલ નથી, ઉપરાંત દલીલો કરી જણાવેલ કે ફરીયાદની વિગતના આક્ષેપો ફરીયાદી રેકર્ડ ઉપર લાવેલ નથી, આમ ફરીયાદપક્ષ દ્વારા ગુન્હો સાબિત કરવામાં ફરીયાદી નિષ્ફળ નીવડેલ હોય, આરોપીને છોડી મુકવાનો હુકમ કરવા અરજ કરવામાં આવેલ.ત્યારબાદ કોર્ટે આરોપી કનુ પરસોતમ લોઢારીને આઇ.પી.સી.ની કલમ તથા ગુજરાત મની લેન્ડરએકટની કલમ મુજબ સજાને પાત્ર ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ અદાલતમાં જાહેર કરેલો હતો.
આ કામમાં આરોપીપક્ષે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફિસ તરફથી એમ.જી. શીંગરખીયા, એન.જી. જોષી, એમ.ડી.જુંગી, વી.જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, જિજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા તથા પંકજ બી. પરમાર રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાદ જામનગરમાં બહુજન પાર્ટી દ્વારા કરવામાં આવ્યો વિરોધ
December 25, 2024 02:16 PMકઝાકિસ્તાનમાં વિમાન ક્રેશ થતા આગનો ગોળો બન્યું, 105 મુસાફર અને 5 ક્રૂ મેમ્બર અંદર સવાર હતા
December 25, 2024 01:25 PMહળવદ : સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમતોત્સવનું આયોજન, 750થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
December 25, 2024 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech