જિલ્લા પંચાયતમાં કારનો કોન્ટ્રાકટ છે તેમ કહી કાર અને ડિપોઝિટ લઈ ગયા બાદ પરત ન આપી છેતરપિંડી આચરવાના ગુનામાં નાસ્તા ફરતા રેલનગરમાં રહેતા શખસને ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામનગર રોડ પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસે કાર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.હત્પણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત, કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પ્રધુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પ્રિયેશ નરેન્દ્રભાઈ દવે(ઉ.વ ૨૯ રહે. દ્રારકા એપાર્ટમેન્ટ લેટ નંબર ૧૨૦૩, રેલનગર)ને જામનગર રોડ પર સાંઢિયા પુલ પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ટાટા ઇન્ડિંગો કાર કબજે કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, તારીખ ૧૫૧૨૨૦૨૩ ના આરોપી પ્રિયેશ દવે સામે પ્રધુમનનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ પોતાને જિલ્લા પંચાયતમાં કારનો કોન્ટ્રાકટ છે. જો તમે આ કોન્ટ્રાકટમાં તમારી કાર મુકશો તો દર મહિને રૂપિયા ૨૮,૫૦૦ ભાડું મળશે તેવું કહ્યું હતું.બાદમાં ફરિયાદી પાસેથી ડિપોઝિટના પિયા ૨૮૦૦૦ હતા તેમજ ફરિયાદીની ઇન્ડિગો કાર નંબર જીજે ૩ ડીજી ૩૩૧૭ આરોપી લઈ ગયો હતો.ત્યારબાદ માસિક ભાડું કે કાર પરત ન આપી પિયા ૧.૭૮ ઓળવી જવા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech