ટર્મ પૂરી થાય તે પહેલા યુનિવર્સિટીએ અનુસ્નાતક પરીક્ષાઓ જાહેર કરી

  • March 18, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓએ અનુસ્નાતક અભ્યાસક્રમમાં સેમેસ્ટર બે અને ચાર ની પરીક્ષાઓ આગામી તારીખ ૧૫ એપ્રિલથી શ થશે તેવી જાહેરાત કરતા વિધાર્થીઓમાં ભારે રોષ અને અસંતોષની લાગણી જન્મી છે.


દર વર્ષના ટિન શેડુલ કરતાં આ વર્ષે પરીક્ષાઓ એકાદ મહિના જેટલી વહેલી લેવામાં આવી છે. અભ્યાસના ૯૦ દિવસ પૂરા થયા પછી ટર્મ પૂરી થતી હોય છે. આવી ટર્મ હજુ પૂરી પણ નથી થઈ ત્યાં પરીક્ષા આવી પડતા વિધાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. વિધાર્થીઓના જણાવ્યા મુજબ હજુ કોર્સ પણ પુરા થયા નથી અને પરીક્ષા વહેલી લેવાની જાહેરાત કરાતા કોલેજોમાં કોર્ષ ફટાફટ પૂરો કરાવવામાં આવે છે.


સનાતક કક્ષાના વિધાર્થીઓના જણાવ્યા મુજબ અમારી સેમેસ્ટર બે,ચાર, છ ની પરીક્ષાઓ પણ વહેલી જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સલ કોલેજો અને ભવનોમાં અભ્યાસ કરતા સ્નાતક કક્ષાના ૪૧૦૦૦ અને અનુસ્નાતક કક્ષાના ૨૯૬૦ વિધાર્થીઓને યુનિવર્સિટીના આ નિર્ણયથી અસર થવા પામી છે.


યુનિવર્સિટીના સત્તાવાળાઓ જણાવે છે કે સ્નાતક કક્ષામાં તારીખ ૨૮ એપ્રિલના રોજ ટર્મ પૂરી થાય છે અને તેથી તેની પરીક્ષામાં ખાસ વહેલું કરાયું નથી પરંતુ અનુસ્નાતક કક્ષામાં સેમેસ્ટર બે અને ચારમાં નિયત સમય કરતા વહેલી પરીક્ષાઓ આવી પડી છે.સૌથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ તારીખ ૧૫ એપ્રિલથી શ થાય છે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાનો પ્રારભં તારીખ ૧૨ એપ્રિલથી થઈ રહ્યો છે. એક બાજુ ચૂંટણીનો માહોલ જામ્યો હશે અને બીજી બાજુ પરીક્ષાઓ પણ લેવાઈ રહી હશે.


ફોર્મ ભરવાની પ્રક્રિયા વખતે યુનિવર્સિટીના ચૂંટણી સ્ટાફની જરત ચુંટણી કામગીરીમાં ખાસ રહેતી નથી. પરંતુ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થાય અને ઉમેદવારોનું અંતિમ લિસ્ટ જાહેર થાય ત્યાર પછી યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી કામમાં લેવામાં આવશે અને તેથી આવું કામ શરૂ થાય તે પહેલા જ પરીક્ષા પૂરી કરી દેવાનું આયોજન હોય તેમ જણાઈ રહ્યું છે. યુનિવર્સિટીનો મોટાભાગનો સ્ટાફ અને પ્રોફેસરો ચૂંટણીના કામમાં લાગી જશે અને તેના કારણે પરીક્ષા વહેલી લેવાઈ જશે તો પણ પરિણામ જાહેર કરવામાં વિલબં થવાની ભારોભાર શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application