યમનમાં ૮ સ્થળો પર બોમ્બ ફેંકી યુએસ અને હુથીને હત્પથી બળવાખોરોને નિશાન બનાવ્યા

  • January 23, 2024 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકન અને બ્રિટિશ દળોએ યમન સ્થિત હત્પથી વિદ્રોહીઓ સામે હત્પમલાઓ તેજ કર્યા છે. પેન્ટાગોને કહ્યું કે અમેરિકન અને બ્રિટિશ દળોએ સોમવારે યમનમાં હત્પતી વિદ્રોહીઓના સ્થાનો પર હત્પમલો કર્યેા.

પેન્ટાગોન અનુસાર અમેરિકન અને બ્રિટિશ દળોએ ભૂગર્ભ સ્ટોરેજ સાઇટસ અને હત્પથીઓની મિસાઇલ અને દેખરેખ ક્ષમતાઓને નષ્ટ્ર કરી દીધી છે. તે જ સમયે, હત્પથી બળવાખોરોએ કહ્યું કે તેઓ ગાઝા પર ઇઝરાયેલના હત્પમલા પછી પેલેસ્ટિનીઓ સાથે છે તેથી આ હત્પમલાઓ પેલેસ્ટિનિયનોના સમર્થનમાં છે.

ઓસ્ટ્રેલિયા બહેરિન કેનેડા અને નેધરલેન્ડના સમર્થન સાથે યુએસ અને બ્રિટિશ દળોએ યમનમાં આઠ અલગ અલગ સ્થળોએ હત્પમલા શ કર્યા છે એમ છ દેશો દ્રારા સહી કરાયેલા સંયુકત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે અગાઉ રાષ્ટ્ર્રપતિ જો બિડેને કહ્યું હતું કે હત્પથી વિદ્રોહીઓ વિદ્ધ આ હવાઈ હત્પમલા ચાલુ રહેશે.

અમેરિકાના એક વરિ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે લગભગ ૨૫થી ૩૦ બોમ્બ ફેકયા હતા. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે આ હત્પમલાઓએ હત્પથી બળવાખોરોની હત્પમલા કરવાની ક્ષમતામાં ઘટાડો કર્યેા છે. જો કે, તેઓએ અત્યાર સુધી નાશ કરાયેલી મિસાઇલો, રડાર, ડ્રોન અથવા અન્ય સૈન્ય ક્ષમતાઓની સંખ્યા વિશે કોઈ માહિતી આપી નથી.

આ સાથે બ્રિટિશ સંરક્ષણ પ્રધાન ગ્રાન્ટ શેપ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જે હત્પમલા થયા તે સ્વ–બચાવમાં કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી તેમના સીમિત ભંડારને નુકસાન પહોચશે અને વૈશ્વિક સ્તરે વેપાર કરવાની તેમની ક્ષમતાને મોટો ફટકો પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application